અમદાવાદ, 7 જુલાઇઃ પેન્ટાગોન રબરનો એસએમઇ આઇપીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના SME પ્લેટફોર્મ પર રૂ. 70ની ઇશ્યૂ પ્રાઇસ સામે 85 ટકાના પ્રિમિયમ સાથે રૂ. 130ના મથાળે લિસ્ટેડ થયો હતો. અને છેલ્લે 76.43% વધીને રૂ. 123.50ની સપાટીએ બંધ રહ્યો હતો.  રૂ. 16.17 કરોડનો પબ્લિક ઇશ્યૂ 106 વખત સબસ્ક્રાઇબ થયો હતો, જેમાં 23.10 લાખ શેરની ઓફરની સામે 16.33 કરોડ શેરની બિડ મળી હતી. રોકાણકારોની શ્રેણીઓમાંથી, રિટેલમાં 130 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો, જ્યારે બિન-સંસ્થાકીય ખરીદદાર શ્રેણી 153 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. મિનર્વા વેન્ચર્સ ફંડ અને NAV કેપિટલ ઇમર્જિંગ સ્ટાર ફંડ ઇશ્યૂના એન્કર રોકાણકારો હતા. ઈસ્યુનું સંચાલન બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના રજીસ્ટ્રાર હતા.