કેમ્પસ એક્ટિવેર બમ્પર પ્રિમિયમે થયો લિસ્ટેડ
હાઇ- લો એટ એ ગ્લાન્સ
ઇશ્યૂ પ્રાઇસ | 292 |
ખુલ્યો | 355 |
વધી | 417.70 |
ઘટી | 336.80 |
બંધ | 378.60 |
પ્રિમિયમ | 86.60 |
કેમ્પસ એક્ટિવેરનો આઇપીઓ રૂ. 292ની ઇશ્યૂ પ્રાઇસ સામે આજે રૂ.355ના મથાળે ખુલ્યા બાદ રૂ. 417.70નું દિવસ દરમિયાનનું ટોપ બનાવી નીચામાં રૂ. 336.80 થઇ છેલ્લે રૂ. 378.60ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 86.60 એટલેકે 29.66 ટકા પ્રિમિયમ દર્શાવે છે. જેના કારણે એલઆઇસીની સાથે સાથે આ ઇશ્યૂ ઉપર ફોકસ કરનારા અને શેર્સ મેળવનારા રોકાણકારોમાં આનંદની લાગણી ફેલાઇ છે. કંપનીનો ઈશ્યૂ 51.75 ગણો સબ્સક્રાઈબ થયો હતો. કંપનીનો ઈશ્યૂ 26 એપ્રિલના ખુલ્યો અને 28 એપ્રિલના બંધ થયો હતો. ક્વોલિફાઈડ ઈંસ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ માટે રિઝર્વ હિસ્સો 22.25 ગણો ભરાયો હતો. જ્યારે રિટેલ ઈનવેસ્ટર્સના હિસ્સો 7.68 ગણો બુક થયો જ્યારે કર્મચારિઓના હિસ્સામાં 2.11 ગણી બોલી લાગી હતી.