ONGC તેની પેટ્રોકેમિકલ OPaLમાં રૂ. 15,000 કરોડનું રોકાણ કરશે, શું Gailનું વર્ચસ્વ ઘટશે?
અમદાવાદ, 5 નવેમ્બરઃ સરકારી માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) નાણાકીય પુનઃરચનાના ભાગરૂપે તેની પેટા કંપની OPALમાં આશરે રૂ. 15,000 કરોડનું રોકાણ કરશે. જે ગેસ યુટિલિટી ગેઇલને પેટ્રોકેમિકલ બિઝનેસમાંથી બહાર કરશે. ONGC હાલમાં ONGC પેટ્રો-એડિશન્સ લિમિટેડ (OPaL)માં 49.36 ટકા હિસ્સો ધરાવે છે, જે ગુજરાતમાં દહેજ ખાતે મેગા પેટ્રોકેમિકલ પ્લાન્ટનું સંચાલન કરે છે. ગેઇલ (ઇન્ડિયા)…
