- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- IPO
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
JIO પ્લેટફોર્મ્સની Q2 આવકો 11.3 ટકા વધી રૂ. 47485 કરોડ
અમદાવાદ, 31 ઓક્ટોબરઃ જિઓ પ્લેટફોર્મ્સ લિમિટેડે (“JPL”) એકીકૃત (કન્સોલિડેટેડ) પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે (Y-o-Y) 11.3% ના વધારા સાથે ₹ 47,485 કરોડ નોંધાઈ છે. તો ત્રિમાસિક EBITDA વાર્ષિક ધોરણે 16.6% ના વધારા સાથે ₹ 21,879 કરોડની સપાટીએ પહોંચી છે. JPL એ કનેક્ટિવિટી (11%) અને ડિજિટલ સર્વિસિસ (16%) બંને ક્ષેત્રોમાં બે અંકની (double-digit) આવક વૃદ્ધિ હાંસલ કરી છે. આવક વૃદ્ધિ અને ઓપરેટિંગ લીવરેજના કારણે JPL ની EBITDA માં વાર્ષિક ધોરણે ~17% વૃદ્ધિ નોંધાઈ (માર્જિનમાં વાર્ષિક 250 bps નો સુધારો) છે. ત્રિમાસિકગાળા દરમિયાન JPL એ 30 મિલિયન (3 કરોડ) ફિક્સ્ડ બ્રોડબેન્ડ અને 300 મિલિયન (30 કરોડ) 5G મોબિલિટી ગ્રાહક આધારના બેવડાં સીમાચિહ્ન પાર કર્યાં છે અને કુલ ગ્રાહક આધાર પાછલા બાર મહિનામાં 36 મિલિયન નવા જોડાણો સાથે કુલ ગ્રાહક સંખ્યા 542 મિલિયન (54.2 કરોડ) ને વટાવી ગઈ છે. જિયો પ્લેટફોર્મ્સે 28 ઓક્ટોબર, 2026 ના રોજ ₹ 30,188 કરોડનો, ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો, IPO સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “એક લિસ્ટેડ કંપની તરીકે નવા યુગમાં પ્રવેશ કરતી વખતે અમે જિયો પ્લેટફોર્મ્સ પરિવારમાં અમારા નવા શેરધારકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ ત્રિમાસિક ગાળાના પરિણામો અમારા 5G નેટવર્કની તાકાત તેમજ અમારા બ્રોડબેન્ડ અને ડિજિટલ સેવાઓની વધતી પહોંચને સતત દર્શાવી રહી છે. નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીમાં પ્રવર્તમાન સમય કરતાં આગળ વધીને કરવામાં આવેલું રોકાણ જ છેલ્લા એક દાયકામાં જિયોની સફળતાનો પાયો રહ્યું છે. અમે અમારા હિસ્સેદારો માટે લાંબાગાળાના મૂલ્યનું નિર્માણ કરવાની સાથે સાથે સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ, 6G ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને અમારી મુખ્ય વોઇસ તથા ડેટા સેવાઓમાં સમાવિષ્ટ એઆઇ ક્ષેત્રે અમારી ક્ષમતાઓ વિકસાવવાનું ચાલુ રાખીશું.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
