રોકાણકારો સાવધાન: કૌભાંડીઓ છેતરવા માટે MFના CEOs, CIOs તેમજ અગ્રણીઓના બોગસ સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ અને ગ્રૂપ્સ બનાવી રહ્યા છે
અમદાવાદ, 26 જૂનઃ મ્યુચ્યુઅલ ફંડ ઘણા ભારતીયો માટે રોકાણનો મુખ્ય વિકલ્પ બની રહ્યા છે, ત્યારે કૌભાંડીઓએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરીને રોકાણકારોના વિશ્વાસનો દુરુપયોગ કરવાનો એક નવો અને ખતરનાક રસ્તો શોધી કાઢ્યો છે. તાજેતરની ઘટનાઓમાં, છેતરપિંડી કરનારાઓએ કોટક મહિન્દ્રા એએમસીના એમડી અને સીઈઓ નિલેશ શાહ અને…
