યુએસમાં રેટ કટ પૂર્વે ઊંચા મથાળે પ્રોફીટ બુકીંગ, નિફ્ટી 52 વીકની નવી ઊંચાઇએ
અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ બુધવારે બજારમાં બેંકીંગ-ફાઇનાન્સનું પ્રભુત્વ જોવા મળ્યુ તેની સામે છેલ્લા થોડા દિવસોથી લાઇમ લાઇટમાં આવેલા આઇટી શેરોમાં અંડરટોન ઢીલો હતો. બેન્ક નિફ્ટી 561.75 પોઇન્ટ્સ, 1.08% વધી 52750.40 અને નિફ્ટી ફાયનાન્સીયલ સર્વીસીસ ઇન્ડેક્સ 335.35 પોઇન્ટ્સ,1.40% સુધરી 24326.90 બંધ રહ્યા હતા. તેથી વિપરિત નિફ્ટી મિડકેપ સિલેક્ટ 150.50 પોઇન્ટ્સ,1.13% ઘટી 13132.85, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 324.05 પોઇન્ટ્સ,…
