મુંબઈ, 2 જૂન: રિલાયન્સ જ્વેલ્સે વિવાહમ કલેક્શન લોન્ચ કર્યું છે. આ કલેક્શન સમગ્ર ભારતમાં પ્રાદેશિક વિવિધતા અને સુંદરતાને સમર્પિત છે, જે દરેક પ્રદેશની વિશિષ્ટ શૈલીને વ્યક્ત કરે છે અને તેનાથી પ્રેરિત છે. વિવાહમ કલેક્શન સમગ્ર ભારતમાં મે, 2023ના અંતથી રિલાયન્સ જ્વેલ્સના તમામ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે.

વિવિધ પ્રદેશોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સમાવતું વિવાહમ કલેક્શન નવવધૂના 15થી વધારે બ્રાઇડલ લૂક દર્શાવે છે, જે ભારતના દરેક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. રિલાયન્સ જ્વેલ્સે દરેક નવવધૂના લૂકમાં પૂરક બને એવી જ્વેલરી કાળજીપૂર્વક બનાવી છે, જે એને તમામ નવવધૂની જ્વેલરીની જરૂરિયાતો માટે વન સ્ટોપ શોપ બનાવે છે. કલેક્શન ચોકર્સ, લાંબા નેકલેસ, બંગડીઓ, રિંગ, ઇયરિંગ, ચોકર સેટ, મંગળસૂત્ર, માંગટિક્કા, નથ, હાથફૂલ, કટિબંધ, આર્મબેન્ડ, બ્રેસલેટ વગેરેમાં ડિઝાઇનની બહોળી રેન્જ ધરાવે છે. આ વિવિધતાસભર કલેક્શન દરેક વિસ્તારની નવવધૂઓની ઉજવણી કરે છે, જે સંસ્કૃતિઓ અને પરંપરાઓ સાથે સમન્વય પેદા કરે છે.

રિલાયન્સ જ્વેલ્સના સીઇઓ સુનિલ નાયકે કહ્યું હતું કે,  રિલાયન્સ જ્વેલ્સને મર્યાદિત સમયગાળા માટે એક્સક્લૂઝિવ ડિસ્કાઉન્ટ્સ અને ઓફર્સ રજૂ કરવા સાથે ગ્રાહકો ગોલ્ડ જ્વેલરીના ઘડામણ ચાર્જીસ પર અને ડાયમન્ડ જ્વેલરીના મૂલ્ય પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ઉપરાંત રિલાયન્સ જ્વેલ્સ જૂની ગોલ્ડ જ્વેલરીના એક્સચેન્જ પર તેનું સંપૂર્ણ મેળવવાની નોંધપાત્ર તક પૂરી પાડે છે, જે નવવધૂઓ માટે સરળ અને લાભદાયક ખરીદીનો અનુભવ સુનિશ્ચિત કરે છે.