MCX: સોનાના વાયદામાં રૂ.557, ચાંદીમાં રૂ.398નો ઉછાળો
મુંબઈ, 22 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.24,110.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,471.85 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16,613.11 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,784ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,071 અને નીચામાં રૂ.62,687ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.557ના ઉછાળા સાથે રૂ.63,060ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.63,090 ખૂલી, ઉપરમાં રૂ.63,441 અને નીચામાં રૂ.63,046 બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.524 ઊછળી રૂ.63,395ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.225ની વૃદ્ધિ સાથે રૂ.50,440 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.6,131ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.468ના ઉછાળા સાથે રૂ.62,725ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.356 ઊછળી રૂ.75,745
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,763ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,960 અને નીચામાં રૂ.75,513ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.398ના ઉછાળા સાથે રૂ.75,824ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.314 સુધરી રૂ.76,850 બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.370 ઊછળી રૂ.75,755 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.356 ઊછળી રૂ.75,745 બોલાઈ રહ્યો હતો.
સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.180.40
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.727.40ના ભાવે ખૂલી, રૂ.0.50 ઘટી રૂ.725.50, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.202.10 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.180.30ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.25 વધી રૂ.225.80ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.15 વધી રૂ.203, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.180.40, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.2 વધી રૂ.225.50 થયો હતો.
ક્રૂડ તેલમાં રૂ.78ની વૃદ્ધિ, કોટન-ખાંડી વાયદામાં રૂ.480ની તેજી
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,156ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,242 અને નીચામાં રૂ.6,156ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.78 વધી રૂ.6,212 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.81 વધી રૂ.6,222 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.207.70ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.0.40 વધી રૂ.215.70 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.0.60 વધી 215.50 થયો હતો.
મેન્થા તેલમાં સુધારો, રૂ.0.80 વધી રૂ.920 થયો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,240 અને નીચામાં રૂ.55,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.480ની તેજી સાથે રૂ.56,180ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.916ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.0.80 વધી રૂ.920 થયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.7,471 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16,613 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.2,191.26 કરોડનાં 3,485 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.5.71 કરોડનાં 1,129 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.8.57 કરોડનાં 13,870 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.549 કરોડનાં 8,759 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.1,331.61 કરોડનાં 5,856 લોટ્સ, ચાંદી-મિનીમાં રૂ.585.39 કરોડનાં 15,440 લોટ્સ અને ચાંદી-માઈક્રોમાં રૂ.411.39 કરોડનાં 54,285 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.379.03 કરોડનાં 6,091 લોટ્સ અને ક્રૂડ તેલ-મિનીમાં રૂ.58.33 કરોડનાં 9,362 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.793.27 કરોડનાં 30,347 લોટ્સ અને નેચરલ ગેસ-મિનીમાં રૂ.89.46 કરોડનાં 17,163 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.13 કરોડનાં 19 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.20.65 કરોડનાં 620 લોટ્સનાં કામકાજ થયાં હતાં.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)