એજિયસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સે ગિફ્ટ સિટીનો મલ્ટી-કરન્સી લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન ‘ઑરમ એડવાન્ટેજ’ લોન્ચ કર્યો

મુંબઈ, 10 ઓક્ટોબર 2026: ખાનગી જીવન વીમા કંપનીઓમાંની એક એજિયસ ફેડરલ લાઇફ ઇન્શ્યોરન્સે (AFLI) ‘ઑરમ એડવાન્ટેજ પ્લાન’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ગિફ્ટ સિટીમાં જીવન વીમા કંપની દ્વારા રજૂ કરવામાં આવેલો પ્રથમ મલ્ટી-કરન્સી લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન છે. ગ્રાહકો અમેરિકન ડોલર, યુરો અથવા પાઉન્ડમાં રોકાણ કરી શકશે અને તેની સાથે લાઇફ ઇન્શ્યોરન્સ સુરક્ષા પણ મેળવી શકશે.
આ લોન્ચ સાથે AFLIએ ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી), ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં પોતાની કામગીરી શરૂ કરી છે. આ સાથે કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સતત પ્રવાસ કરતા અને વિવિધ દેશોમાં રહેતા ગ્રાહકો માટે પોતાની ઓફરિંગ્સનો વ્યાપ પણ વધાર્યો છે.
‘ઑરમ એડવાન્ટેજ પ્લાન’ યુનિટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન (યુલિપ) છે, જે ઇન્ટરનેશનલ ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને સોના સહિત વિવિધ પ્રકારની સંપત્તિમાં રોકાણની તક આપે છે. આથી ભૌગોલિક વિસ્તારો અને વિવિધ રોકાણ શ્રેણીઓમાં ડાયવર્સિફિકેશન કરી શકાય છે.
આ પ્લાન હેઠળ પ્રીમિયમ ચૂકવવાના વિવિધ વિકલ્પો અને ફંડની વિવિધ વ્યૂહરચનાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, તેમાં કોઈ લોક-ઇન મુદત વિના આંશિક ઉપાડની સુવિધા પણ છે. પ્લાન હેઠળ પાકતી મુદતના લાભો, વફાદારી વધારા અને મૃત્યુ લાભો પણ ઉપલબ્ધ છે, જે લાગુ પડતી શરતો અને નિયમોને આધીન રહેશે.
‘ઑરમ એડવાન્ટેજ પ્લાન’ કોઈપણ રાષ્ટ્રીયતાના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે અને તેમના રહેઠાણના દરજ્જાને ધ્યાનમાં લીધા વિના તેઓ આ પ્લાનનો લાભ લઈ શકે છે. તેમાં એનઆરઆઇ, ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઇ) અને પર્સન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (પીઆઇઓ)નો પણ સમાવેશ થાય છે, જે લાગુ પડતી શરતો અને નિયમોને આધીન રહેશે. પસંદ કરવામાં આવેલા ચલણ પ્રમાણે આ યોજનામાં લઘુત્તમ રોકાણ રકમ 3,000 અમેરિકન ડોલર, 3,000 યુરો અથવા 3,000 બ્રિટિશ પાઉન્ડ છે.
લોન્ચ અંગે એજિયસ ફેડરલ લાઇફ ઇન્શ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ જુડ ગોમ્સે જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય નાણાંકીય હિત ધરાવતા ગ્રાહકો વધુને વધુ એવા પ્લાન્સ શોધી રહ્યા છે, જેના દ્વારા તેઓ વિવિધ ચલણ અને બજારોમાં રોકાણ કરી શકે.”
ગિફ્ટ સિટીમાં પોતાની કામગીરી દ્વારા એજિયસ ફેડરલ લાઇફ ઇન્શ્યોરન્સ મધ્ય પૂર્વ, ઉત્તર અમેરિકા, યુરોપ, યુકે, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા સહિતના મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોના ગ્રાહકોને સેવાઓ પૂરી પાડશે.
કંપની નજીકના ભવિષ્યમાં ગિફ્ટ સિટીમાં પોતાની પ્રોડક્ટ્સના પોર્ટફોલિયોમાં ટર્મ ઇન્શ્યોરન્સ અને પેન્શન પ્રોડક્ટ્સનો પણ ઉમેરો કરવાની યોજના ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
