અમદાવાદ, 10 જાન્યુઆરી: મેરીટાઇમ ઉદ્યોગ માટે સેટેલાઇટ-આધારિત સર્વેલન્સ પ્રદાતા PierSight એ વર્તમાન રોકાણકાર ટેકસ્ટાર્સની ભાગીદારી સાથે આલ્ફા વેવ વેન્ચર્સ અને એલિવેશન કેપિટલના સહ-નેતૃત્વમાં 6 મિલિયન ડોલરના સીડ ફંડિંગ રાઉન્ડને પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આ ભંડોળનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ ક્રિટિકલ હાર્ડવેરની ખરીદી અને પરીક્ષણ, ડેમો અને ઓપરેશનલ સેટેલાઇટની ડિઝાઇન અને લોન્ચિંગ અને કંપનીની વર્લ્ડ ક્લાસ ટીમના વિસ્તરણ માટે કરવામાં આવશે.

ગેરકાયદેસર માછીમારીને કારણે વાર્ષિક 24 અબજ ડોલરનું સીધું નુકસાન થાય છે. ઓઇલ સ્પીલનું નિરીક્ષણ કરવું અને તેનો સામનો કરવો મુશ્કેલ છે, અને તે નાજુક ઇકોસિસ્ટમનો નાશ કરે છે. દરિયાઈ માર્ગે આતંકવાદીઓની ઘૂસણખોરીને શોધવી અત્યંત અત્યાધુનિક કોસ્ટગાર્ડ અને નૌકાદળ માટે પણ મુશ્કેલ છે. સતત દેખરેખ એ ક્ષમતાઓને અનલૉક કરે છે જે અગાઉ ઉપલબ્ધ ન હતી. પરંપરાગત પૃથ્વી અવલોકન સોલ્યુશન્સથી વિપરીત જે વધતા જાય છે ત્યારે આ એક પગલું તબક્કાવાર પરિવર્તન છે તેમ પિયરસાઇટના સહસ્થાપક અને સીઇઓ, ગૌરવ સેઠ અને સહ-સ્થાપક અને સીટીઓ, વિનિત બંસલે જણાવ્યું હતું. PierSight એ પોતાના પ્રથમ ઓપરેશનલ સેટેલાઇટની તૈનાતીની સાથે-સાથે ઇસરોના PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ (POEM) પ્લેટફોર્મ પર ડેમો સેટેલાઇટની ડિઝાઇન અને લોંચ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી છે. કંપનીની ડાયનેમિક ટીમ પણ વિસ્તરણ કરવા માટે તૈયાર છે.

પિઅરસાઇટની યાત્રાને ક્રિસ્ટી બ્રેડફોર્ડ, શેરમન વિલિયમ્સ અને આન્દ્રે વિલ્સન સહિતના સલાહકારોના નેટવર્ક દ્વારા સમર્થન મળ્યું છે. આ સિવાય ટેકસ્ટાર્સ સ્પેસ એક્સિલરેટર પ્રોગ્રામમાં કંપનીની ભાગીદારીને વૈશ્વિક અંતરિક્ષ ઉદ્યોગ સુધીની પહોંચને સક્ષમ કરી છે. PierSight એ IN-SPACe ના ટેકનિકલ ડાયરેક્ટર રાજીવ જ્યોતિના માર્ગદર્શન હેઠળ સેટેલાઇટ ડેવલપમેન્ટ માટે IN-SPACE ની લેબોરેટરીમાં પણ પ્રવેશ મેળવ્યો છે.