Open226.30
High231.30
Low218.30
52 Wk High293.60
52 Wk Low69.79

અમદાવાદ, 6 માર્ચઃ સરકાર 2,000 કરોડથી રૂ. 2,100 કરોડ સુધી એકત્ર કરવા ઓફર ફોર સેલ (OFS) દ્વારા NLC ઇન્ડિયામાં 7 ટકા સુધીનો હિસ્સો વેચે તેવી શક્યતા છે. સરકાર રાજ્યની માલિકીની કંપનીમાં 5 ટકા સુધીનો હિસ્સો વેચવા માટે વિચારી રહી છે જેમાં વધારાનો 2 ટકા હિસ્સો વેચવા માટે ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કરવાનો વિકલ્પ છે. ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગ અને સરકારી અધિકારીઓ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેશે. કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કેન્દ્ર સરકાર ડિસેમ્બર 2023 સુધીમાં કંપનીમાં 79.2 ટકા હિસ્સો ધરાવે છે. સેબી કંપનીના પ્રમોટરને લિસ્ટેડ કંપનીમાં મહત્તમ 75 ટકા હિસ્સો ધરાવવાની મંજૂરી આપે છે. બુધવારે, BSE ખાતે NLCનો શેર રૂ. 226 પર લગભગ ફ્લેટ ટ્રેડિંગ બંધ રહ્યો હતો. શેરનો 52-સપ્તાહનો નીચો ભાવ રૂ. 69.7 અને 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 293.75 છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

(in Cr.)Dec-23Sep-23FY22-23
Revenue2,515.732,471.3212,955.00
Net Profit220.971,121.411,248.24
EPS1.598.099.00
Cash EPS4.1310.69
OPM %32.8640.3847.80
NPM %8.7845.389.64

NLC ઇન્ડિયા કોલસા મંત્રાલય હેઠળની નવરત્ન કંપની છે · કંપનીનો મુખ્ય વ્યવસાય ખાણકામ અને વીજ ઉત્પાદન છે. સરકાર FY24 માટે તેની ડિસઇન્વેસ્ટમેન્ટની કાર્યવાહીમાં ઉમેરો કરવા NLCમાં હિસ્સો વેચે તેવી શક્યતા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)