રાજકોટ, 18 એપ્રિલઃ રાજૂ એન્જિનિયર્સ લિમિટેડ રાજકોટમાં તેની વિસ્તારેલી ફેસિલિટીના ઉદ્ઘાટનની જાહેરાત કરે છે. કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા ત્રણ ગણી કરી છે જે ગત ઓગસ્ટમાં ખરીદવામાં આવેલી બાજુની 28,210 ચોરસ ફૂટ જમીનમાં ઊભું કરવામાં આવ્યું છે. આ વિસ્તરણ કરવામાં આવેલી ફેસિલિટી ઉત્પાદન ક્ષમતાને 30 ટકા વધારશે. કંપનીએ ફેક્ટરી શેડમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે જે લગભગ 18,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને 100 ફૂટ ઊંચો છે. આ રોકાણ એડવાન્સ્ડ ટેક્નોલોજીથી સજ્જ આ વિસ્તરણ થયેલી ફેસિલિટી પ્રોડક્શનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે અને અદ્વિતીય ચોક્સાઇ અને વિશ્વસનીયતા સાથે વિશ્વભરની વિવિધ જરૂરિયાતો સંતોષશે. રાજૂ એન્જિનિયર્સ લિમિટેડના ચેરમેન આર એન દોશીએ જણાવ્યું હતું કે અમારી રાજકોટ ફેસિલિટીના વિસ્તરણનું ઉદ્ઘાટન એ અમારી સફરમાં વધુ એક મહત્વનું સીમાચિહ્ન છે.

આ વિસ્તારેલી ફેસિલિટી સ્થાનિક સ્તરે ડિઝાઇન કરેલી અને એસેમ્બલ કરેલી મશીનરીનું ઉત્પાદન કરશે જે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાના ભારતના વિઝન સાથે જોડાયેલું છે. તે આયાતના અવેજીની ભાવના અને મેક ઈન ઈન્ડિયા પહેલને મૂર્ત બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)