મુંબઇ, 23 એપ્રિલ: HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે HDFC મેન્યુફેક્ચરિંગ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમનો ઉદ્દેશ્ય મુખ્યત્વે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં કાર્યરત કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી-સંલગ્ન સિક્યુરિટિઝીમાં રોકાણ કરીને ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સંભાવિત તકોનો લાભ લેવાનો છે. HDFC મેન્યુફેક્ચરિંગ ફંડનો એનએફઓ 26 એપ્રિલ, 2024ના રોજ ખૂલશે અને 10 મે, 2024ના રોજ બંધ થશે.

HDFC મેન્યુફેક્ચરિંગ ફંડની રોકાણ રણનીતિમાં મેન્યુફેક્ચરિંગ થીમ હેઠળ વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતાં શેર્સમાં ઓછામાં ઓછા 80 ટકા રોકાણ સાથે પોર્ટફોલિયોની રચના ઉપર ભાર મૂકાશે. આ ફંડના ફ્લેક્સિબલ અભિગમથી વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણકારોને મેન્યુફેક્ચરિંગ લેન્ડસ્કેપમાં વ્યાપક તકોનું એક્સપોઝર મળી રહેશે.

HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નવનીત મુનોતે કહ્યું હતું કે, અમે વિવિધ નાણાકીય લક્ષ્યો માટે વન-સ્ટોપ સોલ્યુશન હોવાનો પ્રયાસ કર્યો છે તથા અમારી વૈવિધ્યસભર પ્રોડક્ટ દ્વારા વ્યાપક તકો ડિલિવર કરી છે. HDFC મેન્યુફેક્ચરિંગ ફંડ અમારી વૈવિધ્યસભર ઓફરિંગમાં નવીન ઉમેરો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)