આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટનો રૂ. 48.75 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 8 મેએ ખૂલશે
ઇશ્યૂ ખૂલશે | 8 મે |
ઇશ્યૂ બંધ થશે | 27 મે |
ફેસ વેલ્યૂ | રૂ.1 |
ઇશ્યૂ પ્રાઇસ | રૂ.5.85 |
રાઇટ્સ રેશિયો | 3 શેર માટે 1 શેર |
અમદાવાદ, 7 મે: આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડનો (BSE – AGOL – 542579) રૂ. 48.75 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 8 મેના રોજ ખૂલી રહ્યો છે. ઇશ્યૂ થકી એકત્રિત કરવામાં આવેલા ફંડ્સનો કંપનીના વિસ્તરણ યોજનાઓને ફંડ પૂરું પાડવા, નવા પ્રદેશોમાં પ્રવેશવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કાર્યશીલ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉપયોગ કરવામાં આવશે. રાઇટ્સ ઇશ્યૂમાં શેર્સ શેરદીઠ રૂ. 5.85ના ભાવે ઓફર કરાયા છે જે 3 મે, 2024ના રોજ બંધ શેર ભાવના 57.45 ટકા ડિસ્કાઉન્ટ પર છે. રાઇટ્સ ઇશ્યૂ 27 મે, 2024ના રોજ બંધ થશે.
કંપની ઇક્વિટી શેરદીઠ રૂ. 5.85ના ભાવે (ઇક્વિટી શેરદીઠ રૂ. 4.85ના પ્રિમિયમ સહિત) કેશમાં પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 8,33,28,666 ફુલ્લી પેઇડ-ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જેનું કુલ મૂલ્ય રૂ. 48.75 કરોડ જેટલું થાય છે. સૂચિત ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 1:3 પર ફિક્સ કરવામાં આવ્યો છે (રેકોર્ડ ડેટ 18 એપ્રિલ, 2024ના રોજ ઇક્વિટી શેરધારકો દ્વારા રખાયેલા પ્રત્યેક રૂ. 1ના દર 3 ઇક્વિટી શેર્સ માટે પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુનો 1 ઇક્વિટી શેર). રાઇટ્સ એન્ટાઇટલમેન્ટના ઓન માર્કેટ હકો ત્યાગ કરવાની છેલ્લી તારીખ 21 મે, 2024 છે.
આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ કુમાર સોનીએ જણાવ્યું હતું કે કંપનીએ ઉત્પાદન ક્ષમતા વિસ્તારવા, નવી પ્રોડક્ટ લાઇન લોન્ચ કરવા તથા વિવિધ માર્કેટ્સ માટે કલેક્શન પર ધ્યાન સાથે તાજેતરના ભૂતકાળમાં મહત્વની વ્યૂહાત્મક પહેલ હાથ ધરી છે. ઇશ્યૂની આવક કંપનીની બેલેન્સ શીટને મજબૂત બનાવશે અને તેની વિસ્તરણ યોજનાઓ તેમજ વ્યૂહાત્મક વિકાસ પહેલને ભંડોળ પૂરું પાડવામાં મદદ મળશે.
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 10 એપ્રિલ, 2024ના રોજ મહત્તમ રૂ. 48.75 કરોડના મૂલ્ય માટે લાયક ઇક્વિટી શેરધારકોને રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવાને મંજૂરી આપી હતી. રાઇટ્સ ઇશ્યૂ પછી કંપનીના કુલ બાકી શેર રાઇટ્સ ઇશ્યૂ પહેલા 24,99,86,000 ઇક્વિટી શેર્સથી વધીને 33,33,14,666 થશે. કંપની અમદાવાદમાં 14,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું ઉત્પાદન યુનિટ અને બેંગ્લોરમાં બ્રાન્ચ ઓફિસ દરાવે છે.
કંપની અમદાવાદના સીજી રોડ ખાતે કોર્પોરેટ હાઉસ અને 14,000 ચોરસ ફૂટની ફેક્ટરી પ્રિમાઇસ ધરાવે છે. ફેક્ટરીમાં 200થી વધુ કારીગરો (દાગીના બનાવતા કારીગરો) કામ કરે છે અને 400 કારીગરોની ક્ષમતા ધરાવે છે. કંપનીના પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સમાં ભારતના અગ્રણી કોર્પોરેટ જાયન્ટ્સ જેમ કે ટાઇટન કંપની લિમિટેડ, તનિષ્ક, મલાબાર ગોલ્ડ, કલ્યાણ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ લિમિટેડ અને અન્યનો સમાવેશ થાય છે.
નાણાંકીય વર્ષ 2024 માટે કંપનીએ રૂ. 165.06 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું જે નાણાંકીય વર્ષ 2023ના રૂ. 158 કરોડના વેચાણ કરતાં 4.46 ટકાનો વધારો, એબિટામાં નાણાંકીય વર્ષ 2023માં રૂ. 9.62 કરોડ કરતાં 165 ટકા વધારો, ચોખ્ખા નફામાં નાણાંકીય વર્ષ 2023 કરતાં 317 ટકા વધી રૂ. 7.46 કરોડ થયો હતો. કંપનીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચોખ્ખા નફામાં 74 ટકા અને વેચાણમાં 6.48 ટકાનો સીએજીઆર નોંધાવ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)