અમદાવાદ, 10 મે: ગોલ્ડ લોન નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) ઇન્ડેલ મનીએ અમદાવાદમાં નરોડામાં તેની 300મી બ્રાન્ચના પ્રારંભ સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે.

ઇન્ડેલ મની વિવિધ પ્રકારની નાણાકીય જરૂરિયાતો ધરાવતા ગ્રાહકોને ગોલ્ડ લોન સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. એનબીએફસીએ એક જ દિવસે રાજ્યમાં પાંચ વધુ બ્રાન્ચનું ઉદઘાટન કર્યું હતું, જેમાં અમદાવાદમાં નિકોલ, ધોળકા, બાલાસિનોર અને સુરતમાં હીરાબાગ સામેલ છે. કંપની વર્તમાન નાણાકીય વર્ષમાં 26 બ્રાન્ચ શરૂ કરવાના મહાત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે રાજ્યમાં તેનો ગોલ્ડ લોન બિઝનેસ મજબૂત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે તથા વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 250 કરોડનો બિઝનેસ હાંસલ કરવાનું લક્ષ્ય છે.

ઇન્ડેલ મનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઇઓ ઉમેશ મોહનને જણાવ્યું હતું કે, ગુજરાત ભારતના ટોચના ઔદ્યોગિક રાજ્યો પૈકીનું એક છે. રાજ્યના લોકો પાસે ઉદ્યોગ સાહસિકતાના કૌશલ્યો છે અને ધિરાણની માગ હંમેશા ઊંચી રહી છે. અમારી વિશિષ્ટ ગોલ્ડ લોન પ્રોડક્ટ્સ લોકોને તેમની ધિરાણ માગને પૂર્ણ કરવામાં મદદરૂપ બનતા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ગુજરાત વિશાળ વ્યવસાયિક સંભાવનાઓ ઓફર કરે છે અને તેથી જ અમે અમારી 300મી બ્રાન્ચના ઉદઘાટન માટે અમદાવાદની પસંદગી કરી છે. તે દેશભરમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવાની તથા નવીન ગોલ્ડ લોન ઉકેલો સાથે લોકો અને વ્યવસાયોને સેવા પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. અમારી નવી બ્રાન્ચના ઉદઘાટન સાથે અમે પશ્ચિમના પ્રદેશમાં અમારી ઉપસ્થિતિ વધુ મજબૂત કરવાની તથા  દેશની વૃદ્ધિ અને આર્થિક સમૃદ્ધિમાં યોગદાન આપવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.

ગુજરાતમાં નવી બ્રાન્ચના ઉમેરા સાથે ઇન્ડેલ મની ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિળ નાડુ, આન્ધ્ર પ્રદેશ, તેલંગાણા, પોંડિચેરી અને કેરળ સહિતના વિવિધ રાજ્યોમાં બ્રાન્ચનું નેટવર્ક ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)