અમદાવાદ, 30 જુલાઇઃ બજારે સપ્તાહની શાનદાર શરૂઆત કરી છે. નિફ્ટી 25,000 પોઇન્ટની નજીક પહોંચી ગયો છે. પરંતુ સેકન્ડહાફમાં સુધારો ધોવાઇ જવા સાથે માર્કેટ ફ્લેટ ટોન સાથે બંધ રહ્યું છે. નિફ્ટી 24,836.10ની સપાટીએ બંધ રહેવા સાથે 1.25 પોઈન્ટનો નોમિનલ સુધારો નોંધાવ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના કહેવા મુજબ 24,600-24,500 ઝોન મહત્વનો સપોર્ટ વિસ્તાર બની શકે છે. જો કે, જો સંભવિત કોન્સોલિડેશન વચ્ચે આગામી સત્રોમાં ઇન્ડેક્સ 24,800નો સપોર્ટ ધરાવે છે, તો 25,000-25,200ની રેન્જ મહત્વની રેઝિસ્ટન્સ સાબિત થઇ શકે છે.

નિફ્ટીએ ડેઇલી ચાર્ટ પર સરેરાશથી ઉપરના વોલ્યુમ સાથે બેરીશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે. મોમેન્ટમ ઇન્ડિકેટર RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) નેગેટિવ ટોન દર્શાવે છે, જો કે હાયર હાઇ હાયર લો પેટર્ન ચાલુ રહી, જે એકંદરે કોન્સોલિડેશનની શક્યતા દર્શાવે છે.

નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સઃ 24857-25009-25095 અને સપોર્ટ લેવલ્સ: 24784-24731-24645

બેંક નિફ્ટીએ દિવસના ઉચ્ચ સ્તરેથી 900 પોઈન્ટ્સનું કરેક્શ નોંધાવ્યું હતું  પરંતુ આગલાં બંધની સરખામણીએ 110 પોઈન્ટ્સ વધીને 51,406 પર બંધ થયો હતો. લોંગ અપર શેડો સાથે બેરીશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે છે, જે ડેઇલીચાર્ટ પર શૂટીંગ સ્ટાર પ્રકારની કેન્ડલસ્ટિક પેટર્ન જેવી હોય છે, જે દર્શાવે છે કે માર્કેટ ટ્રેન્ડમાં રિવર્સલની શક્યતા વધી રહી છે. જો કે, જ્યાં સુધી ઇન્ડેક્સ 51000નો બચાવ કરે છે, જે ક્લોઝિંગ ધોરણે 50-દિવસના EMA (એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ) સાથે મેળ ખાય છે, ત્યાં સુધી ઉચ્ચ બાજુએ 52,000-52,300 પર અવરોધ સાથે કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે.

બેન્ક નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ: 51512-52357-52798 અને સપોર્ટ લેવલ્સઃ 51204-50932-50491

સ્ટોક્સ ટૂ વોચઃ ICICIBANK, HDFCBANK, RVNL, IRFC, SBIN, AXISBANK, KOTAKBANK, BEL, BANDHANBANK, MAZDOCK, KPITTECH

સેક્ટર્સ ટૂ વોચઃ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, પીએસયુ, ઓઇલ, ફર્ટિલાઇઝર્સ, ફાઇનાન્સ, ડિફેન્સ, રેલવે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)