હિન્દાલ્કો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં અનન્યા બિરલા, આર્યમન વિક્રમ બિરલાનો સમાવેશ
મુંબઈ, 14 ઑગસ્ટ: હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડે અનન્યા બિરલા અને આર્યમન વિક્રમ બિરલાને ડિરેક્ટર તરીકે સામેલ કર્યા છે. નિમણૂંક અંગે ટિપ્પણી કરતાં, આદિત્ય બિરલા ગૃપના ચેરમેન કુમાર મંગલમ્ બિરલાએ જણાવ્યું હતું કે અનન્યા બિરલા અને આર્યમન વિક્રમ બિરલા 2023માં ગૃપની અગ્રણી કંપનીઓ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલના બોર્ડમાં જોડાયા હતા. તેઓને આદિત્ય બિરલા જૂથના વ્યવસાયોને વ્યૂહાત્મક દિશા પ્રદાન કરતી સર્વોચ્ચ કંપની આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. અંજની કુમાર અગ્રવાલ અને સુકન્યા કૃપાલુને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પણ સામેલ કર્યા હતા. વધુમાં ભરત ગોએન્કાને CFO (ડેઝિગ્નેટ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)