અમદાવાદ-સ્થિત મમતા મશીનરીને IPO માટે સેબીની મંજૂરી
અમદાવાદ, 1 ઓક્ટોબરઃ અમદાવાદ-સ્થિત પેકેજિંગ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર મમતા મશીનરીએ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેથી મંજૂરી મેળવી છે. જુલાઇમાં તેના ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યાં બાદ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ સેબીની મંજૂરી મળવાથી હવે કંપની આગામી પગલું ભરશે.
આ આઇપીઓ 73.82 લાખ ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) રહેશે, જેમાં કંપનીના પ્રમોટર્સ મહેન્દ્ર પટેલ, નયના પટેલ, ભગવતી પટેલ, મમતા ગ્રૂપ કોર્પોરેટ સર્વિસિસ એલએલપી અને મમતા મેનેજમેન્ટ સર્વિસિસ એલએલપી તેમની હિસ્સેદારી વેચશે.
સેબીની મંજૂરી સૂચવે છે કે મમતા મશીનરી હવે તેના જાહેર ભરણામાં આગળ વધી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)