મીડલેન્ડ માઇક્રોફિન ગુજરાતમાં મહિલા ઉદ્યોગસાહસિકોને ટકાઉ આજીવિકા ઊભી કરવામાં સક્ષમ બનાવી રહી છે

ગુજરાત, 12 જૂન 2026: માઇક્રોફાઇનાન્સ ક્ષેત્ર આજે પણ પાયાના સ્તરે આવક ઊભી કરવા અને નાણાંકીય સ્થિરતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. નાના ઉદ્યોગસાહસિકોને ટકાઉ આજીવિકા ઊભી કરવામાં મદદરૂપ બનીને તે તેમના આર્થિક વિકાસને ગતિ આપે છે. મીડલેન્ડ માઇક્રોફિન લિમિટેડ જેવી સંસ્થાઓ સમયસર અને જરૂરિયાત મુજબ ધિરાણ ઉપલબ્ધ કરાવીને પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા તેને વધુ મજબૂત બનાવવા માંગતા લોકોને સહાય પૂરી પાડી રહી છે, જેના કારણે આ પ્રગતિને વધુ વેગ મળી રહ્યો છે.
અમદાવાદમાં રહેતી બારિયા વંદનાબેનની સફર આ અસરનું જીવંત ઉદાહરણ છે. મીડલેન્ડ માઇક્રોફિન લિમિટેડ તરફથી મળેલી રૂ. 40,000ની લોનની મદદથી તેમણે કરિયાણાની દુકાન શરૂ કરી. આ સહાયથી તેમને નિયમિત આવક ઊભી કરવામાં સફળતા મળી અને તેઓ ધીમે-ધીમે પોતાનો વ્યવસાય પણ વધારી શક્યા. વ્યવસાય આગળ વધતો ગયો તેમ બારિયા વંદનાબેનની આવક વધુ સ્થિર થતી ગઈ, જેના કારણે તેઓ ઘરના ખર્ચમાં નિયમિત યોગદાન આપી શક્યા અને રોજિંદી નાણાંકીય જરૂરિયાતો વધુ સુવ્યવસ્થિત રીતે મેનેજ કરી શક્યા. વધારાની આવકના કારણે શિક્ષણ અને હેલ્થકેર જેવી મહત્વપૂર્ણ જરૂરિયાતો માટે વધુ સારી રીતે આયોજન કરવું પણ શક્ય બન્યું. ઉપરાંત, તેમણે પોતાના બે પુત્રોના શિક્ષણ પાછળ ખર્ચ કરીને પણ તેમના ભવિષ્યને વધુ મજબૂત બનાવ્યું છે.
નાણાંકીય પ્રગતિ ઉપરાંત, પોતાનો વ્યવસાય સંભાળવાના અનુભવથી તેમનો આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં પણ વધારો થયો છે. આજે તેઓ પોતાના વ્યવસાય તેમજ પરિવારના ભવિષ્યને આકાર આપવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને પોતાના કામને સતત જાળવી રાખીને તેમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પોતાનો અનુભવ રજૂ કરતાં તેઓ કહે છે કે “મીડલેન્ડ માઇક્રોફિન લિમિટેડના સહયોગથી હું મારો વ્યવસાય સ્થાપિત કરી શકી. આજે હું નિયમિત આવક મેળવી રહી છું અને મારા કામને મેનેજ કરવા તેમજ પરિવારને ટેકો આપવા માટે પહેલાં કરતાં વધુ આત્મવિશ્વાસ અનુભવું છું.”
તેમનો વ્યવસાય પાયાના સ્તરે વધુ ઉત્પાદક અને સંપત્તિ આધારિત આજીવિકાની દિશામાં થઈ રહેલા પરિવર્તનને પણ દર્શાવે છે. તેમણે પરંપરાગત આવકના ચક્રથી આગળ વધીને વધુ વ્યવસ્થિત અને વિસ્તરણની ક્ષમતા ધરાવતો આવકનો સ્ત્રોત ઊભો કર્યો છે. આ પ્રકારનું પરિવર્તન, જેમાં લોકો માત્ર આવક મેળવતા નથી પરંતુ પોતાના કામને વધુ કાર્યક્ષમ બનાવી તેનું વિસ્તરણ પણ કરે છે, તે ગુજરાતમાં માઇક્રો-ઉદ્યોગસાહસિકતાના વિકસતા સ્વરૂપને દર્શાવે છે. રાજ્યમાં ઉધાર લેનાર વ્યક્તિ દીઠ સરેરાશ બાકી લોનની રકમ આશરે રૂ. 41,430 જેટલી છે, જ્યારે 20.91 લાખ ઉધાર લેનારાઓ અને લગભગ રૂ. 8,661 કરોડના કુલ લોન પોર્ટફોલિયો સાથે ગુજરાત નાણાંકીય સમાવેશને આગળ વધારવામાં અને ધિરાણ સ્વીકાર્યતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જવાબદાર ધિરાણ પ્રથાઓ પ્રત્યેની પોતાની સતત પ્રતિબદ્ધતા સાથે મીડલેન્ડ માઇક્રોફિન લિમિટેડ આવી ઉદ્યોગસાહસિક યાત્રાઓને સમર્થન આપવાનું કામ આગળ પણ ચાલુ રાખવા પ્રતિબદ્ધ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
