ઇવોસ B.V.ને અદાણી પોર્ટસ €2.૫૬ અબજની એન્ટરપ્રાઇઝ કિંમતે ૧૦૦% હસ્તગત કરશે

અમદાવાદ, 7 નવેમ્બર: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. એ નેધરલેન્ડ્સ સ્થિત ‘ઇવોસ બી વી.’ (Evos) માં ‘ઇગનેઓ ઇન્ફ્રાસ્ટરક્ચર પાર્ટનર્સ  પાસેથી નક્કી થયેલી ૨.૫૬ અબજ યુરોની એન્ટરપ્રાઇઝ કિંમતે  ૧૦૦% હિસ્સો હસ્તગત કરવા સમજૂતી કરી છે. સંપૂર્ણપણે રોકડમાં પ્રસ્તાવિત આ સોદામાં આંકવામાં આવેલું ઇવોસનું ઇક્વિટી મૂલ્ય ૧.૧૮ અબજ યુરો કેલેન્ડર વર્ષ ૨૦૨૫ માટે ૧૧.૭ ગણું EV/ઇબીડટા મલ્ટિપલ દર્શાવે છે. કેલેન્ડર વર્ષ દરમિયાન ઇવોસ એ ૩૯૨ મિલિયન યુરોની આવક અને ૨૧૯ મિલિયન યુરોનો ઇબીડટા (૫૬% ઇબીડટા માર્જિન સાથે) નોંધાવ્યો હતો. સંયુક્ત એકમ માટે ‘પ્રો ફોર્મા’ નેટ ડેટ-ટુ-ઇબીડ્ટા  ૨.૭૬ ગણો છે. આ અદાણી પોર્ટસ અને સેઝના નાણા વર્ષ ૨૦૨૬ અને ઇવોસ ના કેલેન્ડર વર્ષ ૨૦૨૫ ના નાણાકીય આંકડાઓ પર આધારિત છે,  ચાલુ નાણા વર્ષ સુધીમાં તે ઘટીને અંદાજે  ૨.૫ ગણો થવાની અપેક્ષા છે.

અદાણી પોર્ટસ અને સેઝના  મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ઇવોસનું સંપાદન એ અદાણી પોર્ટસ  માટે ૧ અબજ ટન કાર્ગોનું સંચાલન અને હકિકતમાં વૈશ્વિક સંકલિત પરિવહન પ્લેટફોર્મ ઊભું કરવાના લક્ષ્યની દીશામાં એક મહત્વનું સીમાચિહ્ન છે.

ઇવોસનો ૫૬%  ઇબીડટા માર્જિન અદાણી પોર્ટસ અને સેઝના નાણા વર્ષ-૨૭ના પ્રથમ છ માસિક ઇન્ટરનેશનલ પોર્ટ્સ માર્જિન ૪૪.૮% થી ઉપર છે, જે વ્યવસાયના માર્જિન-વૃદ્ધિશીલ પ્રકૃતિ દર્શાવે છે.

MUFG એકમાત્ર અંડરરાઇટર છે અને તેણે પ્રસ્તાવિત વ્યવહાર માટે €૨.૮ બિલિયન સુધીની નાણાકીય પ્રતિબદ્ધતાઓ પૂરી પાડી છે. લિંકલેટર્સ અને સિરિલ અમરચંદ મંગલદાસે એપીએસઇઝેડ માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કાનૂની સલાહકાર તરીકેની ભૂમિકા અદા કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)