એનસીડેક્સ: ગુવાર ગમ, ધાણા, હળદર વાયદામાં નીચલી સર્કિટ

સતત બીજા દિવસે બજારોમાં ખરીદીનાં અભાવે હાજર કારોબાર નરમ હતા જ્યારે વાયદામાં વેચવાલીનાં કારણે કૄષિ કોમોડિટીમાં ભાવ નીચા મથાળે બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૬૨૮.૮૦ ખુલી સાંજે ૮૨૫૮.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૦૭ ખુલી ઉંચામાં ૮૫૧૩ તથા નીચામાં ૮૨૬૭ થઇ સાંજે ૮૩૩૯ બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૧૧૧ સોદા સાથે કુલ નવ કરોડ રુપિયાનાં વેપાર થયા હતા. જ્યારે ઉભા ઓળિયા કુલ ૮૬ રહ્યા હતા. આજે ઓપ્શનનાં સોદામાં કુલ ૧૯ કરોડ નાં કારોબાર થયા હતા. મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે આજે ગુાવર ગમ, ધાણા તથા હળદરનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. ગુવાર સીડનાં વાયદા કારોબાર રૂ. ૩૫૪ કરોડનાં વેપાર સાથે જ્યારે ગુવાર ગમના વાયદા રૂ. ૩૨૦ કરોડનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ, હળદર તથા સ્ટીલના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૯૯૦ ખુલી ૬૯૭૦, દિવેલનાં ભાવ ૧૪૧૯ ખુલી ૧૪૧૭, કપાસિયા ખોળનાં ભાવ ૩૧૨૦ ખુલી ૩૦૮૨, ધાણા ૧૨૮૨૨ ખુલી ૧૨૩૩૪ ગુવાર સીડનાં ભાવ ૬૫૭૦ ખુલી ૬૩૪૮ બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૮૫૨ ખુલી ૧૨૩૪૩, જીરાનાં ભાવ ૨૨૬૦૫ ખુલી ૨૨૩૨૫, કપાસનાં ભાવ ૨૨૦૧.૦૦ ખુલી ૨૧૮૪.૦, સ્ટીલના ભાવ ૫૬૧૫૦ ખુલી ૫૫૮૭૦ અને હળદરનાં ભાવ ૯૮૩૪ ખુલી ૯૩૯૨ બંધ રહ્યા હતા.
