- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
પદમજીએ અર્ધવાર્ષિક ગાળા માટે ૨૧% EBIDTA નોંધાવ્યો
પુણે, 1 નવેમ્બર: પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. ૪૩૦ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. પાછલા વર્ષના સમાન સમયગાળામાં કંપનીએ રૂ. ૪૦૪ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. અન્ય આવક સહિત EBIDTA ૨૧% સાથે રૂ. ૯૦ કરોડ રહ્યો છે, જે પાછલા વર્ષના સમાન સમયગાળામાં ૨૦% સાથે રૂ. ૮૦ કરોડ હતો. ગત વર્ષે સોલાર પાવર પ્લાન્ટ તથા એએફબીસી બોઇલર પેટે કરાયેલા મૂડીખર્ચના પરિણામે થયેલી બચત અને કાર્યક્ષમતાનો લાભ પણ કામગીરીમાં જોવા મળ્યો છે. કાચા માલના વધેલા ખર્ચ સામે કંપનીએ મુખ્યત્વે નેટ સેલ્સ રિયલાઇઝેશનમાં આશરે ૪ ટકાનો વધારો મેળવ્યો હતો, જ્યારે કાગળનું વોલ્યુમ (સેલ્સ ટનેજ) આશરે ૨ ટકા વધ્યું હતું.

કંપની મહાડ ખાતેના પ્રોજેક્ટના બાંધકામ માટે પર્યાવરણીય મંજૂરી મેળવવા અરજી કરવાની પ્રક્રિયામાં છે. કંપની અવરોધ ગુણધર્મો ધરાવતા વિવિધ બાયોડિગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ સ્પેશિયાલિટી પેપર્સના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે. આ પેપર્સનો ઉપયોગ વિવિધ ખાદ્ય ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ અને અન્ય ઉત્પાદનો, હોસ્પિટલ સપ્લાય, સ્વચ્છતા ક્ષેત્રો, કન્ફેક્શનરી વગેરે માટે ટકાઉ પેકેજિંગ સોલ્યુશન માટે ઇનપુટ તરીકે થાય છે, જેની માગ વૃદ્ધિ ઊંચી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

