HDFC એનસીડી મારફત રૂ. 57,000 કરોડ એકત્ર કરશે
નવી દિલ્હીઃ HDFC એનસીડી મારફત રૂ. 57 હજાર કરોડ એકત્ર કરવા માગે છે. એચડીએફસી બોર્ડે ખાનગી પ્લેસમેન્ટના ધોરણે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) દ્વારા રૂ. 57,000 કરોડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ફંડિંગ બહુવિધ તબક્કામાં એકત્ર કરવામાં આવશે. બોર્ડે 45મી વાર્ષિક વખતે કોર્પોરેશનના શેરધારકો દ્વારા મંજૂર કરાયેલી મંજૂરીને અનુરૂપ, વિવિધ તબક્કામાં, એક શેલ્ફ પ્લેસમેન્ટ મેમોરેન્ડમ હેઠળ અનસિક્યોર્ડ રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ જારી કરવાની મંજૂરી આપી છે. જનરલ એજીએમ જૂનના રોજ યોજાઈ હતી. કંપનીના બોર્ડે કંપનીની એકંદર ઉધાર મર્યાદા વધારીને રૂ. 6.5 લાખ કરોડ કરવા મંજૂરી આપી છે જે અગાઉ રૂ. 6 લાખ કરોડ હતી. પોસ્ટલ બેલેટ દ્વારા કોર્પોરેશનના સભ્યોની મંજૂરી માટે પણ ભલામણ કરવામાં આવી છે.
ફંડ એકત્ર કરવાનો નિર્ણય એચડીએફસી બેન્ક સાથે કંપનીના વિલીનીકરણ પહેલા લેવામાં આવ્યો છે, જે આગામી વર્ષના ત્રીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તાજેતરમાં, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ મર્જરને મંજૂરી આપી છે અને માત્ર રિઝર્વ બેન્કની મંજૂરીઓ બાકી છે.
ગત મહિને રૂ. 25 હજાર કરોડ એકત્ર કર્યા
એચડીએફસીએ ગત મહિને ફેબ્રુઆરીમાં આશરે રૂ. 25,000 કરોડ એકત્ર કર્યા હતાં. સતત બીજા મહિને કંપનીએ ફંડ એકત્ર કરવાની દરખાસ્ત મૂકી છે. HDFC એ 10-વર્ષના નાણાં માટે 7.97%ના કૂપન રેટ પર ફંડ એકત્ર કર્યુ હતું. બ્લૂમબર્ગ ડેટા અનુસાર, ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી સૌથી વધુ ડેટ ઈશ્યૂ કરનારી કંપની HDFC છે. જે ઇશ્યૂના 7.7% હિસ્સો ધરાવે છે.