લોનધારકો આનંદો!! રેપોરેટ 6.50 ટકા યથાવત્

RBIએ સતત બીજી વખત લોન લેનારાઓને રાહત, જોકે ઊંચા ફુગાવાનું જોખમ નવી દિલ્હી, 8 જૂનઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ અપેક્ષા મુજબ સતત બીજી દ્વિમાસિક બેઠકમાં નીતિગત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેના કારણે હોમલોન, કાર લોન, પર્સનલ લોન તેમજ કોર્પોરેટ લોન્સ સહિતની તમામ લોનના ધારકોમાં રાહતની લાગણી ફેલાઇ છે…

Read More

આઇસક્રીમ અને પીણાં જેવી ચીજોનો વપરાશ 79 ટકા ગ્રાહકો માટે લગભગ સમાન રહ્યો

ગ્રાહકોનાં અભિપ્રાય અંગેનું માસિક પૃથક્કરણ રજૂ કરતા ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)નાં લેટેસ્ટ તારણો નવી દિલ્હી, 6 જૂન: જૂન મહિનાના રિપોર્ટમાં ભારતમાં બદલાતી જતી ખર્ચ પેટર્ન અને ગ્રાહક વર્તણુંકની સૂઝ અને તેમના વિચારો અનુસાર એકંદર ઘરગથ્થુ ખર્ચ સતત ચાલુ રહ્યો હતો અને શહેરી બજારોની સરખામણીમાં ગ્રામીણ બજારમાં નજીવો વધારો થયો હતો. સર્વે અનુસાર એર કન્ડીશનર…

Read More

Binance પર યુએસ રેગ્યુલેટરની કાર્યવાહી, બિટકોઇન અઢી માસના તળિયે

ક્રિપ્ટો માર્કેટમાં 6 હજાર કરોડ ડોલરનું ગાબડું, ક્રિપ્ટો કરન્સી સામે વિવાદના વાદળો અમદાવાદ, 6 જૂનઃ ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનાન્સ (Binance) સામે અમેરિકી સિક્યોરિટીઝ રેગ્યુલેટરે કેસ દાખલ કરતાં ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. આજે ક્રિપ્ટો માર્કેટમાં 6 હજાર કરોડ ડોલરનું ગાબડું નોંધાયુ હતું. બિટકોઈન પણ અઢી માસના તળિયે પહોંચ્યો હતો. બિટકોઈન આજે 4 ટકા ઘટી 25783.40 ડોલર…

Read More

ઓટો વેચાણો મે માસમાં 10 ટકા વધ્યા: FADA

થ્રી વ્હિલર્સના વેચાણો સૌથી વધુ 79 ટકા વધ્યા, પેસેન્જર વાહનોના વેચાણો 4 ટકા વધ્યા નવી દિલ્હી, 5 જૂનઃ ઓટોમોબાઈલ ક્ષેત્રે સતત વૃદ્ધિ જોવા મળી રહી છે ઓટો સેલ્સ મેમાં 10 ટકા વધ્યા છે. જેમાં થ્રી વ્હિલર્સના વેચાણો સૌથી વધુ 79 ટકા, જ્યારે પેસેન્જર વાહનોના વેચાણો 4 ટકા વધ્યા છે. જો કે, પ્રિ-કોવિડ સ્તરથી 2 ટકાનો…

Read More

ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બાદ ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યા 1475% ઉછળી 118086

ગુજરાતમાં કુલ 1,18,086 ઇ-વ્હીકલમાંથી 1,06,341 ટુ વ્હીલર ગાંધીનગર, 5 જૂનઃ ગુજરાતમાં ઇ-વ્હીકલ પોલિસી અમલી થયા બાદ EVના  રજિસ્ટ્રેશનમાં 1475 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે રજીસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 1,18,086 સુધી પહોંચી છે, જે અગાઉ માત્ર 7240 હતી. છેલ્લા પાંચ મહિનામાં દર મહિને 8,858 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ…

Read More

Weekly economic calander at a glance

અમદાવાદ, 4 જૂનઃ વર્લ્ડ અને ઇન્ડિયન ઇકોનોમિક કેલેન્ડર અનુસાર 5 જૂનના રોજ ચીન, ભારત, યુરોપ, યુએસ અને યુકેના સર્વિસ સેક્ટર્સના ડેટા ડિકલેર થશે. તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર મિક્સ અસર જોવા મળે તેવી સંભાવના છે. મંગળવારે યુરોપના રિટેલ વેચાણના આંકડાઓ અને બુધવારે ચીન આયાત નિકાસ અને ટ્રેડ બેલેન્સના આંકડા જાહેર કરશે. સૌથી મહત્વની વાત એ છે…

Read More

FY24 માટે ભારતનો GDP ગ્રોથ 6.5-6.7%ની રેન્જમાં રહેવાની ધારણાઃ CII

નવી દિલ્હી, 2 જૂનઃ નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી ગ્રોથ 6.5-6.7%ની રેન્જમાં રહેવાનું CII એ જણાવ્યું છે.  પડકારરૂપ વૈશ્વિક માહોલમાં ભારતીય અર્થવ્યવસ્થાએ સ્થિતિસ્થાપકતા જાળવી રાખી છે. આગામી વર્ષમાં મોટા ઘરેલું અવરોધોની અપેક્ષા જોવા મળી રહી નથી. તેવું સીઆઇઆઇના પ્રેસિડન્ટ આર દિનેશે જણાવ્યું હતું. સ્થાનિક અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા સરકાર દ્વારા કેપેક્સને વેગ ઉપરાંત કોર્પોરેટ્સની સ્વસ્થ બેલેન્સશીટ અને સારી…

Read More

પાકિસ્તાનમાં ખાદ્ય ચીજવસ્તુઓ ભારત કરતાં 5 ગણી મોંઘી, ભારતનો એક રૂપિયો પાકિસ્તાનના 3.41 રૂપિયા બરાબર

નવી દિલ્હી, 31 મેઃ પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ખાદ્યપદાર્થોના ભાવ આસમાને આંબી રહ્યા છે. પાકિસ્તાનમાં મોંઘવારી દર 55 વર્ષની ટોચે પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં ખાવા-પીવાની વસ્તુઓ ભારત કરતાં 5 ગણી મોંઘી કિંમતે વેચાઈ રહી છે.  ખાસ કરીને બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા સહિત વિવિધ જિલ્લાઓમાં ખાંડ 130 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા)થી લઈને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી…

Read More