શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં હેલ્થકેર, વેલનેસ, શિક્ષણ અને લેઝર પ્રત્યે ફોકસ વધ્યું: JUST DIAL
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ સર્ચ એન્જિન જસ્ટ ડાયલે વિવિધ ક્ષેત્રમાં ભારતીયોની સર્ચ આદતોને આવરી લેતો તેનો વ્યાપક સર્વે રિપોર્ટ ‘હાઉ ઈન્ડિયા સર્ચ ઇન 2024’ રજૂ કર્યો છે. આ વર્ષના રિપોર્ટમાં હેલ્થકેર, ફિટનેસ, ટ્રાવેલ, ફૂડ અને એજ્યુકેશન જેવી વિવિધ કેટેગરીમાં જોવા મળેલા ટ્રેન્ડનો ડેટા જાહેર કર્યો છે, જે આરોગ્ય, સગવડ અને અનુભવો પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરતાં રાષ્ટ્રને પ્રતિબિંબિત કરે છે. આ એનાલિસિસ પરથી જાણવા મળ્યું છે કે, શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં હેલ્થકેર, વેલનેસ, શિક્ષણ અને લેઝર જેવી ગતિવિધિઓ પ્રત્યે ફોકસ વધુ જોવા મળ્યું છે. તેઓ આ સેગમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યા છે.
હેલ્થકેર અને મેડિકલ સર્વિસિઝ કેટેગરીમાં થતુ સર્ચ વાર્ષિક ધોરણે 24 ટકા નોંધાયું છે. જે સૌથી વધુ સર્ચ થતુ સેક્ટર બન્યું છે. હેલ્થકેર પ્રોફેશનલ્સમાં, ગાયનેકોલોજિસ્ટ્સ અને ઑબ્સ્ટેટ્રિશિયન્સમાં નોંધપાત્ર 22% વધારો જોવા મળ્યો, ઈએનટી નિષ્ણાતો (21% સુધી) અને ડેન્ટિસ્ટ (19% સુધી) માટે પણ સર્ચ જોવા મળ્યું હતું. વેલનેસ એન્ડ પર્સનલ કેર સેક્ટરમાં નોંધાયેલો 7 ટકા ગ્રોથ ભારતીયોની સ્વ-સંભાળ અને કાયાકલ્પ પ્રત્યેની સભાનતા દર્શાવે છે. રિલેક્સેશન થેરેપી સર્વિસ, બ્યુટી સ્પા, બ્યુટી પાર્લર, સલુન્સ અને સ્કિનકેર ક્લિનિક્સના સર્ચ ખાસ કરીને દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈમાં સૌથી વધુ થયા છે. સ્કિનકેર સર્ચ ઓપરેશમાં 15% વૃદ્ધિ સાથે મુખ્ય ફોકસ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે, જે સંભાળ અને સુખાકારી તરફના પરિવર્તનને દર્શાવે છે. શાળાઓ, કોલેજો અને પુસ્તકાલયો માટે સૌથી વધુ સર્ચ વોલ્યુમ સાથે, સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ એક કેન્દ્રબિંદુ રહ્યું હતું.
ભારતના શહેરી હાઉસિંગની શોધમાં વૃદ્ધિ સાથે રિયલ એસ્ટેટ એજન્ટ્સ (વાર્ષિક 10% વૃદ્ધિ) અને ટ્રાન્સપોર્ટર્સ માટે ટ્રાવેલ સોલ્યુશન્સનું મહત્વ દર્શાવતા સર્ચ એન્જિનમાં શોધ વધુ રહી છે. જેમ જેમ વધુને વધુ વ્યક્તિઓ કામ અને શિક્ષણ માટે શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે, તેમ પેઇંગ ગેસ્ટ સુવિધાઓ (12% YoY વૃદ્ધિ) જેવી સેવાઓની માગ વધી છે.
ટીઅર 1 શહેરોમાં ફ્લેક્સિબલ હાઉસિંગ સોલ્યુશન્સની શોધમાં 18% વાર્ષિક વૃદ્ધિ જોવા મળી, જ્યારે ટીઅર 2 શહેરોમાં 9% વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે. જો કે, ટીઅર 1 શહેરોમાં 40% અને ટીઅર 2 શહેરોમાં 33% ઘટાડા સાથે, હોસ્ટેલ માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
પ્રવાસી આકર્ષણો, હોટલ, ટ્રાવેલ એજન્ટ્સ અને ટેક્સી સેવાઓની શોધમાં વાર્ષિક ધોરણે 27% વાર્ષિક વૃદ્ધિ જોવા મળી હતી. ટ્રાવેલ-સંબંધિત શોધમાં 30% વાર્ષિક વધારો દર્શાવે છે, ટીઅર 1 શહેરો કરતાં ટીઅર 2માં શહેરોમાં આકર્ષક વૃદ્ધિ જોવા મળી છે. ટીઅર-1 શહેરોમાં 19% વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ હતી. પ્રવાસ-સંબંધિત સર્ચમાં યોગદાન આપનારા ટોચના શહેરોમાં મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, પુણે અને હૈદરાબાદ સમાવિષ્ટ છે.
સિનેમા હોલની શોધમાં 15% વાર્ષિક ઘટાડો થયો છે, લોકો હવે પરંપરાગત મૂવી આઉટિંગ્સ કરતાં વધુ ઇન્ટરેક્ટિવ અને ડાયનેમિક અનુભવો તરફ લેઝર પસંદગીઓ તરફ ડાયવર્ટ થયા છે.