અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂટાનમાં ૭૭૦ મેગાવોટ ક્ષમતાનો ચમખારચુ-I જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થાપશે
અમદાવાદ, ૬ ઓક્ટોબર, ૨૦૨૬: ભૂટાનમાં ૭૭૦ મેગાવોટ ક્ષમતાના ‘ચમખારછુ-૧ જળવિદ્યુત પ્રકલ્પનું નિર્માણ કરવા માટે ભારતના અગ્રણી ખાનગી વીજ ઉત્પાદક અદાણી પાવર અને ભૂટાનની સરકારી વીજ ઉત્પાદક કંપની ‘ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન લિ. એ શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ પર આજે સહી કરી છે. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં ભૂટાનના વડાપ્રધાન લ્યોનચેન ડાશો શેરિંગ તોબગેની વિશેષ ઉપસ્થિતિ ઉપરાંત ભૂટાનના…
