Indo MIM Limited એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 ઓક્ટોબરઃ મેટલ ઈન્જેક્શન મોલ્ડિંગ(એમઆઈએમ) ટેક્નોલોજીની મદદથી પ્રીસિઝન એન્જિનિયરિંગ કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરતી વિશ્વની ટોચની કંપની ઈન્ડો એમઆઈએમએ, આઈપીઓના માધ્યમથી ભંડોળ ઉભું કરવા માટે બજાર નિયામક સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કર્યું છે. કંપની પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 1,000 કરોડ સુધીના ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈસ્યુ તથા શેરધારકો દ્વારા વેચાણ કરાનારા 12,96,74,393 સુધીના (12.97…
