ADANI પોર્ટસ અને સેઝએ નાણા વર્ષ-26થી TNFD એડોપ્ટર તરીકે સાઇન કર્યું
અમદાવાદ, 13 નવેમ્બર: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગીતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) એડોપ્ટર ટાસ્કફોર્સ બની છે, જે પ્રકૃતિ સંબંધિત અવલંબન,તેની અસરો, જોખમો અને અવસરો પર TNFD-સંરેખિત રિપોર્ટિંગ અમલી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અદાણી પોર્ટસ TNFD ફ્રેમવર્કને સ્વીકારનારી ભારતની પ્રથમ સંકલિત પરિવહન ઉપયોગીતા કંપની બનીને, પ્રકૃતિ…
