મુંબઈ, 21 ડિસેમ્બર: લાઇફ ઇન્શ્યોરન્સ કંપની ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા AIA) ટાટા AIA મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. આ નવી ફંડ ઓફર નિફ્ટી 500 મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સને અનુસરતા સ્ટોક્સના પોર્ટફોલિયોમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ મેળવવા માટે તૈયાર કરવામાં આવી છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 24 ડિસેમ્બર, 2024થી ખૂલશે અને 31 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે.

સિસ્ટમેટિક, ફેક્ટર-આધારિત અભિગમ દ્વારા મોમેન્ટમ અને ક્વોલિટી પર ભાર મૂકીને આ ફંડ લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ્સના સ્ટોક્સમાં રોકાણ કરશે. ટાટા AIAના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (સીઆઈઓ) અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હર્ષદ પાટિલે જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે ત્યારે ઇક્વિટી બજારો સંપત્તિ સર્જન માટે આકર્ષક તક રજૂ કરે છે. જોકે બજારની અનિશ્ચિતતાઓ અને ઉચ્ચ વેલ્યુએશન્સમાં આગળ વધવા માટે શિસ્તબદ્ધ અને વ્યૂહાત્મક અભિગમની જરૂર પડે છે. ટાટા AIA મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી ઇન્ડેક્સ ફંડ કાળજીપૂર્વક ડિઝાઇન કરેલી ઓફરિંગ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)