Adani એન્ટરપ્રાઇઝના NCD ઇશ્યૂને જોરદાર પ્રતિસાદ
અમદાવાદ, 7 જાન્યુઆરીઃ Adani એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ના 1,000 કરોડ રૂપિયાના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) ના પબ્લિક ઇશ્યૂને ગ્રાહકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર ઈશ્યુ ખુલ્યાના 45 મિનિટમાં જ પૂરો ભરાઈ ગયો હતો. 500 કરોડ રૂપિયાનો બેઝ ઇશ્યૂ માત્ર 10 મિનિટમાં જ બંધ થઈ ગયો અને ગ્રીનશૂ વિકલ્પનો સમાવેશ કર્યા બાદ એક…
