અદાણી એનર્જી સોલ્યસન્સે મહારાષ્ટ્રમાં રુ.૪,૭૦૦ કરોડનો ટ્રાન્સમિશન પ્રકલ્પ મેળવ્યો
અમદાવાદ, 27 ઓગસ્ટ, ૨૦૨૬: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ કર્ણાટકમાં ઉત્પન્ન થતી નવીનીકરણીય ઊર્જાને મહારાષ્ટ્રના મુખ્ય લોડ કેન્દ્રોમાં ખસેડવા માટે આશરે રૂ. ૪,૭૦૦ કરોડનો અંદાજિત મૂડી ખર્ચ ધરાવતો એક મુખ્ય ટ્રાન્સમિશન પ્રકલ્પ આજે પ્રાપ્ત કર્યો છે. આ પ્રકલ્પ સાતારા, પુણે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅન (MMR) માં વધતા પમ્પ્ડ સ્ટોરેજ ઇકોસિસ્ટમને પણ આધાર આપશે. આ સાથે કંપનીની ટ્રાન્સમિશન ઓર્ડર બુક હવે લગભગ રુ.૮૫,000 કરોડ થઇ છે
સાતારા નજીક ૪૫૦૦ મેગાવોટની ક્ષમતા સુધીના પમ્પ્ડ સ્ટોરેજ પોટેન્શિયલ ભાગ A” નામનો પશ્ચિમ ક્ષેત્રમાં નેટવર્ક વિસ્તરણ યોજના કહેવાતો ટેરિફ આધારિત આ પ્રકલ્પ સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) પ્રક્રિયામાં કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી હાંસલ કર્યો હતો.
સાતારા પાવર ટ્રાન્સમિશન લિ. હેઠળ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ મારફત આ પ્રકલ્પ ૩૬ મહિનાનમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ સાથે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. ના પોર્ટફોલિયોમાં ૫૬૨ સર્કિટ કિ.મી. (ckm) ટ્રાન્સમિશન લાઇન અને ૯,૦૦૦ MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ઉમેરતા હવે કંપનીના સંચિત ટ્રાન્સમિશન નેટવર્કને ૨૯,૭૩૯ ckm અને ૧,૪૩,૪૨૫ MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતાએ પહોંચાડશે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના સીઈઓ શ્રી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણના એક મહત્વપૂર્ણ સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી રહેલા પમ્પ્ડ સ્ટોરેજ પ્રકલ્પો ગ્રીડમાં મોટા પાયે નવીનીકરણીય ઉર્જાને એકીકૃત કરવા માટે જરૂરી સરળતા અને વિશ્વસનીયતા પૂરી પાડે છે. તેમણે ઉમેર્યું હતું કે સાતારા ટ્રાન્સમિશન પ્રકલ્પ નવીનીકરણીય ઉર્જાના ઇવેક્યુએશન અને ઉર્જા સંગ્રહ બંનેને આધાર આપવા માટે એક મહત્વપૂર્ણ ટ્રાન્સમિશન બેકબોન બની દક્ષિણ અને પશ્ચિમ ભારત વચ્ચે વીજ પ્રવાહને મજબૂત બનાવશે. ભવિષ્ય માટે તૈયાર ટ્રાન્સમિશન આંતરમાળખું બનાવવા માટે કંપની પ્રતિબદ્ધ છે જે નવીનીકરણીય ઉર્જા વૃદ્ધિને સક્ષમ અને ગ્રીડની સ્થિરતા વધારી ડીકાર્બોનાઇઝેશનના ભારતના લાંબા ગાળાના લક્ષ્યોને ટેકો આપે છે એમ શ્રી પટેલે કહ્યું હતું.
આ પ્રકલ્પમાં સાતારામાં કોલ્હાપુર-સાતારા ૭૬૫/૪૦૦ kV ડબલ-સર્કિટ ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ અને સંલગ્ન ટ્રાન્સમિશન માળખા સાથે કોલ્હાપુર પૂલિંગ સ્ટેશનનું વિસ્તરણ શામેલ છે.
૨૦૩૦ સુધીમાં 500 GW નોન-ફોસિલ ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાના તેના લક્ષ્યની દીશામાં ભારત આગળ વધી રહ્યું છે તે સંદર્ભમાં ટ્રાન્સમિશનનું માળખું અનિવાર્ય કરોડરજ્જુની ભૂમિકા ભજવે છે. સમગ્ર ભારતમાં મુખ્ય ઔદ્યોગિક અને શહેરી લોડ કેન્દ્રોમાં સૌર, પવન અને પમ્પ્ડ સ્ટોરેજને સાંકળતી વિશિષ્ટ ટ્રાન્સમિશન યોજનાઓ બનાવીને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. આ ક્ષેત્રની શિરમોર બની રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
