અમદાવાદ, 22 મેઃ સુઝલોન એનર્જીએ 3મેગાવોટ સિરિઝનો પાંચમો ઓર્ડર મેળવ્યો છે. કંપની સેરેન્ટિકા રિન્યુએબલ્સ (Serentica Renewables)ને 3 મેગાવોટની ક્ષમતા સાથે 68 વિન્ડ ટર્બાઈન્સ સપ્લાય કરશે. ડિકાર્બનાઈઝેશન પ્લેટફોર્મ સેરેન્ટિકા રિન્યુએબલ્સે સુઝલોનને 3MW સિરિઝનો મોટો ઓર્ડર આપ્યો છે. કંપની કર્ણાટકના કોપ્પલ ખાતે સેરેન્ટિકાના 204 મેગાવોટના પવન ઉર્જા પ્રોજેક્ટ માટે હાઇબ્રિડ લેટીસ ટ્યુબ્યુલર (HLT) ટાવર સાથે 68 વિન્ડ ટર્બાઇન જનરેટર (WTGs) અને 3 મેગાવોટની રેટેડ ક્ષમતા સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ 2024ની શરૂઆતમાં શરૂ થવાની ધારણા છે.

એક મહિનામાં આ પાંચમો ઓર્ડર મેળવ્યો

સુઝલોન 3 મેગાવોટ શ્રેણી માટે એક મહિના કરતાં ઓછા સમયમાં આ પાંચમો ઓર્ડર છે અને કરારના ભાગરૂપે, સુઝલોન વિન્ડ ટર્બાઇન સપ્લાય કરશે અને ઇરેક્શન અને કમિશનિંગ સહિતના પ્રોજેક્ટનો અમલ કરશે. સુઝલોન કમિશનિંગ પછી વ્યાપક કામગીરી અને જાળવણી સેવાઓ પણ પ્રદાન કરશે. સુઝલોન ગ્રૂપના વાઈસ ચેરમેન ગિરીશ તંતીએ જણાવ્યું હતું કે, સુઝલોન 3 મેગાવોટ શ્રેણી એ ભારતીય પવન ઉદ્યોગ માટે વૈવિધ્યપૂર્ણ બનાવવામાં આવેલી અમારી સાબિત ટેક્નોલોજીનું આગલું તબક્કો છે.

2030 સુધીમાં 500GW વિન્ડ એનર્જી વિઝનમાં ફાળો આપશે

સેરેન્ટિકા રિન્યુએબલ્સના ડિરેક્ટર પ્રતિક અગ્રવાલે જણાવ્યું હતું કે આ વિન્ડ પાર્ક દ્વારા ઉત્પાદિત સ્વચ્છ ઊર્જા અમારા ઔદ્યોગિક ગ્રાહકોને વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત ગ્રીન પાવર પ્રદાન કરવામાં મોટી ભૂમિકા ભજવશે, જ્યારે 2030 સુધીમાં ભારતના 500GWના ઉર્જા સંક્રમણના લક્ષ્યમાં મોટો ફાળો આપશે.