IPO CORNER: SBFC ફાઇનાન્સ IPO પ્રથમ દિવસે 2.05 ગણો ભરાયો
Category | times |
QIB | 0.03 |
NII | 4.37 |
Retail | 2.22 |
Total | 2.05 |
અમદાવાદ, 3 ઓગસ્ટઃ SBFC ફાઇનાન્સનો IPO પ્રથમ દિવસે જ 2.05 ગણો ભરાઇ ગયો હતો. IPOમાં રિટેલ પોર્શન 2.22 ગણો છલકાયો હતો. જ્યારે ક્યૂઆઇબી 0.03 ગણો, એનઆઇઆઇ 4.37 ગણો અને એમ્પ્લોઇઝ કેટેગરીમાં 1.19 ગણો ભરાયો હતો.
ઓરિયાના પાવર IPO 176.58 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ: ઓરિયાના પાવર લિમિટેડનો IPO આજે છેલ્લા દિવસે 177 ગણો છલકાયો હતો. IPO મારફત 7,000.90 કરોડ એકત્ર થયા છે. SME સેગમેન્ટમાં પબ્લિક ઑફરનો રિટેલ હિસ્સો 204.03 ગણો ઓવર-સબ્સ્ક્રાઇબ થયો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરી 72.16 ગણી ઓવર-સબ્સ્ક્રાઇબ થઈ હતી. જ્યારે નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરી 251.70 ગણી સબસ્ક્રાઇબ થઈ હતી.