માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી માટે 19631 પોઇન્ટની સપાટી જળવાય તે જરૂરી, તૂટે તો ફ્રેશ શોર્ટની શક્યતા
અમદાવાદ, 19 ઓક્ટોબરઃ જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ક્રૂડ અને કરન્સી માર્કેટમાં રૂપિયાની નબળાઇ ભારતી શેરબજારો ઉપર નેગેટિવ સેન્ટિમેન્ટ ખડું કરી રહ્યા છે. તેના કારણે જ બુધવારે સેન્સેક્સ 551 પોઇન્ટ તૂટી 65887 પોઇન્ટ અને નિફ્ટી 140 પોઇન્ટ ઘટી 19671 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. પરંતુ નિફ્ટી 19631 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહેવો જરૂરી હોવા છતાં ગુરુવારે પ્રિઓપન ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીએ 19550 પોઇન્ટની સપાટી પણ તોડી રહ્યો છે. તે જોતાં માર્કેટમાં સેલિંગ પ્રેશર વધવાની શક્યતા પૂરેપૂરી હોવાના ખ્યાલ સાથે જ ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છે.
બુધવારે નિફટીએ 19786 પોઇન્ટની નીચે ખૂલી 19840ની ટોચ નોંધાવ્યા બાદ બેરિશ કેન્ડલસ્ટીક ડેઇલી ચાર્ટ ઉપર નોંધાવી છે. 19600નો સપોર્ટ તો ગુરુવારે સવારે જ તૂટેલો દેખાય છે. તે જોતાં નીચામાં 19400ને રોક બટોમ પકડીને આગળ વધી શકાય.
બેન્ક નિફ્ટીમાં પણ 43800ની મહત્વની સપાટી અને 45000 નીચે માર્કેટમાં તેજીની શક્યતા ઓછી જણાય છે. જ્યાં સુધી નિફ્ટી હવે 19731 પોઇન્ટની સપાટી ક્રોસ કરે નહીં ત્યાં સુધી તેજીના વેપારથી દૂર રહેવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)