ESAF Small Finance Bankના આઈપીઓએ 3 દિવસમાં 25 ટકા રિટર્ન આપ્યું
ઈશ્યૂ સાઈઝ | 463 કરોડ |
ઈશ્યૂ પ્રાઈસ | રૂ.60 |
લિસ્ટિંગ | રૂ. 71.90 |
હાઈ | રૂ. 74.70 |
રિટર્ન | 24.5 ટકા |
બંધ | રૂ. 69.05 |
રિટર્ન | 15.08 ટકા |
અમદાવાદ, 10 નવેમ્બરઃ ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્કે આજે ધનતેરસના દિવસે 19.83 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને માત્ર 3 દિવસમાં 24.5 ટકા સુધીનુ રિટર્ન આપી ખુશખુશહાલ કર્યા છે. ઈએસએએફએ બીએસઈ ખાતે ઈન્ટ્રા ડે 74.70ની સર્વોચ્ચ ટોચ સાથે તેની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 60 સામે રોકાણકારોને માત્ર 3 દિવસમાં 25 ટકા રિટર્ન આપ્યું છે.
ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ 3થી 7 નવેમ્બરે યોજાયો હતો. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 60 હતી. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગનું પ્રેશર વધતાં ઈએસએએફ સ્મોલ ફાઈ.એ તેની રેકોર્ડ લો 68.50 સપાટી નોંધાવી હતી. અંતે 15.08 ટકા પ્રીમિયમે 69.05 પર બંધ રહ્યો હતો.
ગ્રે માર્કેટમાં ESAF Small Finance bankના આઈપીઓ માટે રૂ. 30 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. નિષ્ણાતો અને બ્રોકરેજને 33થી 35 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થવાનો આશાવાદ હતો. જો કે, માર્કેટના ખરાબ માહોલમાં આઈપીઓ આ આશા પર ખરો ઉતર્યો ન હતો.
ઈએસએએફનો ઈશ્યૂ કુલ 77 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબીએ સૌથી વધુ 182.66 ગણા બીડ ભર્યા હતા. એનઆઈઆઈ 88.81 ગણો, અને રિટેલ 17.86 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. કંપની ટોપ અને બોટમ લાઈનમાં મજબૂત ગ્રોથ સાથે આગળ વધી રહી છે. તેમજ મજબૂત નફાકારકતા અને માર્જિન સાથે નિષ્ણાતોએ આઈપીઓમાં રોકાણ કરવા સલાહ આપી હતી.
જાણો આગળ શું?
માર્કેટ એક્સપર્ટસ કંપની ફેન્સી અને ફંડામેન્ટલ્સની દ્રષ્ટિએ પોઝિટીવ મોમેન્ટમ ધરાવે છે. જેની રિટર્ન ઓન નેટવર્થ તેના હરીફોમાં ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ સિવાય અન્યો સામે મજબૂત ડબલ ડિજિટ ધરાવે છે. માર્કેટમાં સુધારા તરફી વલણ સાથે શેરમાં 30થી 40 ટકા ગ્રોથની શક્યતા દેખાઈ રહી છે. લાંબાગાળાના રોકાણ વ્યૂહ ધરાવતા રોકાણકારોને શેર હોલ્ડ કરવા તેમજ નીચા ભાવે શેર ખરીદવા સલાહ આપી રહ્યા છે.
((Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)