ફ્યુઝન CXનો રૂ.702 કરોડનો IPO 14 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ.275-289
| IPO ખૂલશે | 14 ઓક્ટોબર |
| આપીઓ બંધ થશે | 16 ઓક્ટોબર |
| એન્કર બુક સબસ્ક્રીપ્શન | 13 ઓક્ટોબર |
| ફેસ વેલ્યૂ | રૂ. 1 |
| પ્રાઇસ બેન્ડ | રૂ. 275- 289 |
| IPO સાઇઝ | રૂ. 702 કરોડ |
| IPO સાઇઝ | 24290657 શેર્સ |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
અમદાવાદ, 10 ઓક્ટોબરઃ ફ્યુઝન CX લિમિટેડે તેના રૂ. 702 કરોડના IPO માટે શેરદીઠ રૂ. 275થી રૂ. 289નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. કંપનીનો IPO બુધવાર, 14 ઓક્ટોબર, 2026ના રોજ ખુલશે અને શુક્રવાર, 16 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે, જ્યારે એન્કર બુક સબ્સ્ક્રીપ્શન માટે મંગળવાર, 13 ઓક્ટોબર, 2026ના રોજ ખુલશે.
કોલકાતામાં મુખ્ય મથક ધરાવતી આ કંપનીનો IPO બે ભાગમાં વહેંચાયેલો છે. તેમાં રૂ. 500 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને કંપનીના પ્રમોટર શેરધારકો પી એન એસ બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ અને રશિશ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 202 કરોડ સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર (OFS)નો સમાવેશ થાય છે.
IPO યોજવા માટેના મુખ્ય હેતુઓ એક નજરે
ફ્યુઝન CX ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ નીચે મુજબ કરવાની યોજના ધરાવે છે. કંપની અને તેની કેટલીક પેટાકંપનીઓએ લીધેલી બાકી લોનની ચુકવણી અથવા અગાઉથી ચુકવણી કરવા માટે રૂ. 275 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, આઈટી ટૂલ્સ (આર્યા અને માઇન્ડવૉઇસ)ને અપગ્રેડ કરવા માટે કંપનીની પેટાકંપનીઓની પેટાકંપનીઓ એવી Omind ટેક્નોલોજીસ ઇન્કોર્પોરેશન અને Omind ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાં રૂ. 61 કરોડનું રોકાણ કરવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ ઓળખ નક્કી ન કરાયેલી કંપનીઓના હસ્તાંતરણ દ્વારા વ્યવસાયનો વિસ્તાર કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ
પ્રમોટર્સઃ પંકજ ધનુકા, કિશોર સરોગી, P N S Business Pvt.Ltd. અને રસિશ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ
પંકજ ધનુકા અને કિશોર સારાવોગીએ સહસ્થાપક તરીકે વર્ષ 2004માં ફ્યુઝન CXની સ્થાપના કરી હતી. કંપની પોતાના ક્ષેત્રના ઊંડા અનુભવ અને પોતાની માલિકીના એઆઈ સાધનોના સમન્વયથી મોટા પાયે સ્માર્ટ, વિવિધ ભાષાના અને વિવિધ માધ્યમો દ્વારા ગ્રાહકો સાથે જોડાણની સેવાઓ પૂરી પાડે છે. જનરેટિવ એઆઈ આધારિત વિવિધ ટેક્નોલોજીના ઉપયોગથી કંપની ગ્રાહકો સાથેના જોડાણને વધુ અસરકારક બનાવે છે, કામગીરીની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને વ્યવસાયના ડિજિટલ પરિવર્તનને વેગ આપે છે.
બિઝનેસ પ્રોસેસ સોલ્યુશન્સ અને સેવાઓ પૂરી પાડતી આ કંપની ટેલિકોમ અને યુટિલિટીઝ, હેલ્થકેર અને લાઇફ સાયન્સિસ, હાઈ-ટેક ગ્રોથ એન્ડ ટ્રાવેલ (એચટીટી), બેન્કિંગ, નાણાંકીય સેવાઓ અને વીમા (બીએફએસઆઈ) તેમજ રિટેલ જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ, પોર્ટુગીઝ, જર્મન, અરેબિક, મેન્ડરિન, ઇટાલિયન અને હિન્દી સહિત કુલ 28 ભાષાઓમાં સેવાઓ પૂરી પાડે છે.
કંપનીની નાણાકીય કામગીરીઃ 13 દેશો અને 40 સેવા કેન્દ્રો

નાણાંકીય વર્ષ 2026માં ફ્યુઝન સીએક્સે કામગીરીમાંથી રૂ. 1,818 કરોડની આવક અને કરવેરા બાદ રૂ. 169 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 30 જૂન, 2026ની સ્થિતિએ કંપનીમાં 13,735 કર્મચારીઓ કાર્યરત હતા. કંપની 13 દેશોમાં કામગીરી ધરાવે છે અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનાં સ્થળોએ તેના 40 સેવા કેન્દ્રો આવેલાં છે. આ કેન્દ્રોના માધ્યમથી કંપની વિવિધ સમય ક્ષેત્રોમાં ચોવીસ કલાક, અઠવાડિયાના સાતેય દિવસ ગ્રાહકોને સહાય પૂરી પાડે છે.
કંપનીના 208 ગ્રાહકોના પોર્ટફોલિયોમાં ફોર્ચ્યુન 1000ની યાદીમાં સામેલ 22 કંપનીઓ
કંપનીના 208 ગ્રાહકોના પોર્ટફોલિયોમાં ફોર્ચ્યુન 1000ની યાદીમાં સામેલ 22 કંપનીઓનો સમાવેશ થાય છે. તેના કેટલાક મુખ્ય ગ્રાહકોમાં ડીએમઈસી કેપિટલ સર્વિસીસ, પાર્ક વેસ્ટ, ટેલેઇડ, અચીવ કલેક્શન, એમેરિફ્લેક્સ, કોસ્ટલાઇન, અજિયો, મીશો, કોલ કોર મીડિયા, અરવિંદ ફેશન, પ્રોપન્યુ એસ.એ., લિયોનાર્ડો હોટેલ્સ, ઇન્શ્યોરન્સ એક્સપ્રેસ, કે2 ક્લેઇમ્સ સર્વિસીસ, સેન્ટ્રી ક્રેડિટ અને ત્રાયા સામેલ છે.
લિસ્ટિંગઃ કંપની તેના શેર્સનું એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
લીડ મેનેજર્સ: નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિ., આઈઆઈએફએલ (IIFL) કેપિટલ સર્વિસીસ લિ., મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
