મુંબઈ, 9 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે રૂ.28,696.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,852.72 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 21839.94 કરોડનો હતો.

 કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,149ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,400 અને નીચામાં રૂ.62,149ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.287 વધી રૂ.62,382ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.58 વધી રૂ.50,400 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.6,140ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.244 વધી રૂ.62,384ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.202 વધી રૂ.72,699

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,596ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,999 અને નીચામાં રૂ.72,313ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.213 વધી રૂ.72,640ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.204 વધી રૂ.72,699 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.202 વધી રૂ.72,699 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં 4.04 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.722.95ના ભાવે ખૂલી, રૂ.0.75 વધી રૂ.721.10 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.203.85 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.15 વધી રૂ.225ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 વધી રૂ.204 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.182.65 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.1.40 વધી રૂ.225 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલના વાયદામાં રૂ.124ની વૃદ્ધિ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,896ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,993 અને નીચામાં રૂ.5,869ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.124 વધી રૂ.5,987 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.124 વધી રૂ.5,991 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.239ના ભાવે ખૂલી, રૂ.12 વધી રૂ.248.70 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.11.7 વધી 248.3 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી, મેન્થા તેલ પણ વધ્યુ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,060ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,060 અને નીચામાં રૂ.55,600ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.120 વધી રૂ.55,700ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.928.50 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.6,853 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 21,840 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,176.23 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,779.80 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.475.09 કરોડનાં 17,588 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,615.84 કરોડનાં 76,954 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.128.34 કરોડનાં 1,937 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.11.92 કરોડનાં 197 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.262.64 કરોડનાં 1,455 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.333.33 કરોડનાં 3,986 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.10 કરોડનાં 19 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.5.69 કરોડનાં 170 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)