મુંબઇ, 15 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.56,403.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,646.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 44746.17 કરોડનો હતો.

 કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,030ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,199 અને નીચામાં રૂ.71,680 ના મથાળે અથડાઈ, રૂ.4 ઘટી રૂ.71,839ના ભાવે પહોંચ્યો હતો. આ સામે GOLD-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.48 વધી રૂ.58,390 અને GOLD-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.7,113ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.119 વધી રૂ.71,976ના સ્તરે પહોંચ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.10.26 કરોડનાં કામકાજ

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.82,799ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.83,978 અને નીચામાં રૂ.82,798 ના મથાળે અથડાઈ, રૂ.636 વધી રૂ.83,449 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.648 વધી રૂ.83,362 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.643 વધી રૂ.83,338 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ એપ્રિલ વાયદો રૂ.827.65ના ભાવે ખૂલી, રૂ.1.70 વધી રૂ.822.25 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4.85 વધી રૂ.231.30 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.188ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.244ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.4.75 વધી રૂ.231.60 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.188 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.1.75 ઘટી રૂ.244.50 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ રૂ.98 ડાઊન, નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલા

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,126ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,166 અને નીચામાં રૂ.7,048 ના મથાળે અથડાઈ, રૂ.98 ઘટી રૂ.7,089 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.96 ઘટી રૂ.7,093 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.147ના ભાવે ખૂલી, રૂ.1.50 ઘટી રૂ.147 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.4 ઘટી 147.2 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડીના વાયદામાં રૂ.140નો સુધારો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,000 અને નીચામાં રૂ.60,000 ના મથાળે અથડાઈ, રૂ.140 વધી રૂ.60,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.90 ઘટી રૂ.904 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.11,647 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 44,746 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,684.71 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.4,068.39 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.729.76 કરોડનાં 19,133 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.321.95 કરોડનાં 23,870 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.441.27 કરોડનાં 6,892 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.36.29 કરોડનાં 741 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.863.92 કરોડનાં 4,179 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.551.98 કરોડનાં 8,235 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..87 કરોડનાં 3 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.1.80 કરોડનાં 55 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)