સ્નેપડીલના ગુજરાતના સેલર બેઝમાં એક વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો

અમદાવાદ, 27 ઓગસ્ટ: વેલ્યુ ફેશન પર કેન્દ્રિત માર્કેટપ્લેસ સ્નેપડીલે ‘પ્રોજેક્ટ ગતિ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ 45 દિવસનો એક્સીલરેશન પ્રોગ્રામ છે, જેનો હેતુ નવા સેલર્સને આગામી તહેવારોની ખરીદીની સિઝન માટે તૈયાર કરવામાં મદદ કરવાનો છે. ગુજરાતમાં સ્નેપડીલના એક્ટિવ સેલર્સની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. હવે રાજ્યનો સ્નેપડીલના સમગ્ર ભારતના એક્ટિવ સેલર બેઝમાં 31.6 ટકા હિસ્સો છે અને તે દેશભરના કુલ વેચાણમાં 34.9 ટકા યોગદાન આપે છે.

 ‘પ્રોજેક્ટ ગતિ’માં ભાગ લેનારા સેલર્સને પાંચ મુખ્ય લાભ મળશે:

ઝીરો કમિશન ઉપરાંત એડવર્ટાઇઝિંગ ક્રેડિટ: પ્રોડક્ટ્સની વિઝિબિલિટી વધારવા અને સેલર્સને શરૂઆતના ઓર્ડર મેળવવામાં મદદ કરવા માટે મફત એડવર્ટાઇઝિંગ ક્રેડિટ આપવામાં આવશે.

ઝડપી પેમેન્ટ સાયકલ: ટૂંકા પેમેન્ટ સાયકલના કારણે સેલર્સ પાસે વર્કિંગ કેપિટલ વધુ ઝડપથી ઉપલબ્ધ થશે.

એઆઈ આધારિત કેટલોગિંગ સપોર્ટ: સ્નેપડીલનું ‘SnapList AI’ ટૂલ સેલર્સને વધુ સારી ગુણવત્તાવાળા અને વિગતવાર પ્રોડક્ટ કેટલોગ તૈયાર કરવામાં મદદ કરશે.

ટ્રેન્ડ અને માર્કેટપ્લેસ ઇનસાઇટ્સ: સેલર્સને ફેશનના નવા ટ્રેન્ડ, ગ્રાહકોની પસંદગી, લોકપ્રિય પ્રોડક્ટ ફીચર્સ, વિવિધ પ્રાઇસ પોઇન્ટ્સ અને માંગના ટ્રેન્ડ અંગે માહિતી મળશે.

પ્રાયોરિટી સપોર્ટ: નવા સેલર્સને શરૂઆતના 45 દિવસ દરમિયાન વિશેષ સપોર્ટ આપવામાં આવશે.

હાલમાં સ્નેપડીલના તમામ ગ્રાહક ઓર્ડરમાંથી 76 ટકા ઓર્ડર કંપનીના એઆઈ આધારિત રેકમેન્ડેશન એન્જિન ‘StyleMatch’થી પ્રભાવિત થાય છે. આ જાહેરાત અંગે સ્નેપડીલના સીઈઓ અચિંત સેતિયાએ જણાવ્યું હતું કે, સ્નેપડીલ પર ગુજરાતની વૃદ્ધિ દર્શાવે છે કે રાજ્યનો મજબૂત મેન્યુફેક્ચરિંગ અને ઉદ્યોગસાહસિક આધાર હવે ડિજિટલ કોમર્સમાં પણ ઝડપથી ફેરવાઇ રહ્યો છે. રાજ્યભરના બિઝનેસ પરંપરાગત બજારોની બહાર પહોંચવા, સમગ્ર ભારતના ગ્રાહકો સુધી પહોંચવા અને પોતાના બિઝનેસનું કદ વધારવા માટે ઈ-કોમર્સનો ઉપયોગ કરી રહ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)