DCB બેંકનો ત્રિમાસિક નફો 9 ટકા વધી રૂ. 156 કરોડ
મુંબઇ, 25 એપ્રિલઃ DCB બેંક લિમિટેડે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા અને વર્ષ (નાણાંકીય વર્ષ 2024) માટેના ઓડિટેડ નાણાંકીય પરિણામો જાહેર કર્યા હતા. તે અનુસાર બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો રૂ. 156 કરોડ હતો જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાના રૂ. 142 કરોડના ચોખ્ખા નફા કરતાં 9 ટકા વધુ હતો.
નાણાંકીય વર્ષ 2024 માટે ચોખ્ખો નફો રૂ. 536 કરોડ હતો જે નાણાંકીય વર્ષ 2023 માટેના રૂ. 466 કરોડના ચોખ્ખા નફા કરતાં 15 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 31 માર્ચ, 2024ના રોજ ગ્રોસ એનપીએ 3.23 ટકા હતી. 31 માર્ચ, 2024ના રોજ નેટ એનપીએ 1.11 ટકા હતી. 31 માર્ચ, 2024ના રોજ પ્રોવિઝન કવરેજ રેશિયો (પીસીઆર) 77.30 ટકા હતો અને ગોલ્ડ લોન એનપીએને ધ્યાનમાં લીધા વિનાનો પીસીઆર 78.18 ટકા હતો. કેપિટલ એડેક્વસી મજબૂત રહી છે અને 31 માર્ચ, 2024ના રોજ કેપિટલ એડેક્વસી રેશિયો 16.59 ટકા (બેસલ 3 નોર્મ્સ મુજબ ટિયર 1 14.53 ટકા અને ટિયર 2 2.06 ટકા) હતો.
નાણાંકીય વર્ષ 2024ના પરિણામો અંગે નિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પ્રવીણ કુટ્ટીએ જણાવ્યું હતું કે અમે મોર્ગેજીસ, એગ્રી અને ઇન્ક્લુઝિવ બેંકિંગ, કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ અને ગોલ્ડ જેવી વ્યૂહરચનાઓ મુજબ પસંદગીની પ્રોડક્ટ્સમાં વૃદ્ધિ સાથે અમારી સ્થિર પ્રગતિની યાત્રા ચાલુ રાખીએ છીએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)