અમદાવાદ, 2 મેઃ

સેન્સેક્સ અને નિફ્ટી ગેપ-અપ સાથે ખૂલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 127.50 પોઈન્ટના સુધારા સાથે હકારાત્મક શરૂઆત સૂચવે છે. 30 એપ્રિલે અત્યંત અસ્થિર સત્રમાં, બજારે તમામ ઇન્ટ્રાડે સુધારા ભૂંસી નાખ્યા અને IT, મેટલ, મીડિયા, તેલ અને ગેસ નામોમાં જોવા મળેલી વેચવાલી વચ્ચે સેન્સેક્સ 188.50 પોઈન્ટ્સ અથવા 0.25 ટકા ઘટીને 74482.78 પર અને નિફ્ટી 38.60 પોઈન્ટ્સ અથવા 0.17 ટકા ઘટીને 22604.80 પર હતો.

ટેકનિકલ એનાલિસિસ સૂચવે છે કે નિફ્ટી માટે 22734- 22785 અને 22867 પોઈન્ટના લેવલ્સ મેજર રેઝિસ્ટન્સ જણાય છે. નિફ્ટી માટે 22570- 22519 અને 22437 પોઈન્ટ્સના લેવલ્સ મેજર સપોર્ટ દર્શાવે છે.

યુએસ ફેડરલ રિઝર્વની મીટિંગ અને બુધવારની રજા બાદ એકંદરે, સેન્ટિમેન્ટ પોઝિટિવ જણાય છે. કારણ કે ઇન્ડેક્સ તમામ કી મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરે છે અને જ્યાં સુધી નિફ્ટી 22300નો મહત્વનો સપોર્ટ ધરાવે છે ત્યાં સુધી 23000 તરફની ઉપરની રેલી તાત્કાલિક ગાળામાં સંભવિત કોન્સોલિડેશન પછી ફરી શરૂ થઈ શકે છે.

રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટે મહત્વના સપોર્ટ લેવલ્સ 22521- 22437 પોઇન્ટ્સ અને 22736- 22867 પોઇન્ટ્સ મહત્વના રેઝિસ્ટન્સ લેવલ્સ ધ્યાનમાં રાખવા.

બેન્ક નિફ્ટી માટે માટે 49817- 49988 અને 50265 પોઇન્ટ્સ મહત્વના રેઝિસ્ટન્સ

બેન્ક નિફ્ટીએ પણ 30 એપ્રિલના રોજ 50000 ની નજીક પહોંચ્યા પછી સમાન પ્રકારનો ટ્રેન્ડ જોયો હતો અને રેકોર્ડ ઉચ્ચ સ્તરેથી 578 પોઈન્ટ્સ ગુમાવીને 27 પોઈન્ટ ઘટીને 49397 પર બંધ થયો હતો. ઇન્ડેક્સે ડેઇલી મૂવમેન્ટ અને અપર બુલ કેન્ડલની સાથે સાથે સ્મોલ બોડી બેરીશ કેન્ડલસ્ટિક પેટર્નની રચના કરી છે, જે ઉછાળે પ્રોફીટ બુકિંગ સૂચવે છે.

FII અને DII ડેટાNSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 30 એપ્રિલે રૂ. 1,071.93 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 30 એપ્રિલના રોજ રૂ. 1,429.11 કરોડનું રોકાણ કર્યું હતું, એમ NSEના કામચલાઉ ડેટા દર્શાવે છે.NSE એ 2 મે માટે બાયોકોન અને વોડાફોન આઈડિયાને F&O પ્રતિબંધ સૂચિમાં જાળવી રાખ્યા છે

ટેકનિકલ એનાલિસ્ટ્સના મત મુજબ બેન્ક નિફ્ટી માટે 49817- 49988 અને 50265 પોઇન્ટ્સ મહત્વના રેઝિસ્ટન્સ જણાય છે. જ્યારે બેન્ક નિફ્ટી માટે મહત્વના સપોર્ટ લેવલ્સ 49264- 49093 અને 48816 પોઇન્ટ્સ જણાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)