આ તહેવારોની સિઝનમાં યુઝ્ડ કાર પર રોજિંદા સરેરાશ રૂ. 4.7 કરોડની લોન આપવામાં આવી

અમદાવાદ, 18 નવેમ્બરઃ ગત વર્ષે તહેવારોની સિઝન (ઓણમ-દિવાળી)ની સરખામણીમાં આ વર્ષે સમગ્ર ભારતમાં યુઝ્ડ કારના વેચાણમાં પ્રભાવશાળી 88 ટકાનો વધારો નોંધાયો છે. દેશભરમાં કાર્સ24એ આશરે રૂ. 1760 કરોડની કાર વેચી છે, જે લોકોના વાહનોને અપગ્રેડ કરવાના નોંધપાત્ર વલણને દર્શાવે છે. આ સિઝનમાં યુવાનોએ સૌથી વધુ કાર ખરીદી હતી, જે એક નોંધનીય બાબત છે.

કાર્સ24ના કો-ફાઉન્ડર ગજેન્દ્ર જાંગીડે તહેવારોની સિઝન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, તહેવારોની સિઝન માત્ર કારના વેચાણ વિશે જ નહીં; પરંતુ આકાંક્ષાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરે છે. ગતિશીલ ભારતની બદલાતી પસંદગીઓને પ્રતિબિંબિત કરે છે.

બેંગલુરુ વેચાણમાં અગ્રણી: ભારતીય શહેરોમાં તહેવારોની સિઝન દરમિયાન સૌથી વધુ રેકોર્ડ કાર વેચાઈઃ બેંગ્લુરૂએ તહેવારોની સિઝન દરમિયાન કારની ખરીદીમાં મોખરાનું સ્થાન લીધું હતુ. કોચીમાં ઓણમ દરમિયાન ગયા વર્ષની સરખામણીમાં કારનું વેચાણ બમણું થયું હતું. મુંબઈ અને પુણેમાં, ગણેશ ચતુર્થીએ કારની ખરીદીમાં બમણો વધારો જોવા મળ્યો, જેમાં વેગનઆર અને હોન્ડા સિટી મોખરે છે. અમદાવાદ અને દિલ્હીએ પણ નવરાત્રી દરમિયાન કારના વેચાણમાં 67 ટકાનો વધારો થયો હતો, જેમાં ખાસ કરીને GrandI10 અને બલેનો સૌથી વધુ વેચાઈ હતી.

હેચબેક સર્વોપરી પસંદ, SUVને વેગ મળ્યોઃ કારની ખરીદીના તાજેતરના ઉછાળામાં હેચબેકના વેચાણો સૌથી વધુ સાથે સર્વોપરી પસંદ બની હતી, જેનો કુલ વેચાણમાં પ્રભાવશાળી 65 ટકા હિસ્સો રહ્યો હતો. સ્વિફ્ટ, બલેનો, ગ્રાન્ડ i10, અલ્ટો અને ક્વિડ જેવા લોકપ્રિય મોડલ્સે ખાસ કરીને ટુ-વ્હીલરમાંથી ટ્રાન્ઝિશન કરનારા અર્થાત પ્રથમ વખત કાર ખરીદનારાઓમાં નોંધપાત્ર આકર્ષણ મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મારુતિ સુઝુકીએ પસંદગીની બ્રાન્ડ તરીકે વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.

હેચબેકની સાથે અફોર્ડેબલ કિંમતના કારણે SUVની લોકપ્રિયતામાં વધારો જોવા મળ્યો છે. તહેવારોની સિઝનમાં ભારતીયોએ રૂ. 1760 કરોડની કાર વેચી; દર 10 મિનિટે CARS24 પર 4 કાર વેચાય છે. ઓણમથી દિવાળી સુધીના સમયગાળામાં, રાષ્ટ્રએ સામૂહિક રીતે કાર્સ24 પર રૂ. 1760 કરોડની કારનું વેચાણ કર્યું હતું.