ગિફ્ટ આઈએફએસસી, ગાંધીનગર, 29 મે: ભારતીય ઇક્વિટી માર્કેટની વૃદ્ધિની ગાથામાં નવા સીમાચિહ્ન તરીકે રહેલા ગિફ્ટ નિફ્ટીએ 27 મે, 2024ના રોજ 16.96 અબજ યુએસ ડોલરના અત્યારના સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટની બાબતમાં તેની સિદ્ધિઓમાં વધુ એકનો ઉમેરો કર્યો છે અને નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે. આ સાથે તેણે 24 મે, 2024ના રોજ 15.14 અબજ યુએસ ડોલરનો અગાઉનો ઓપન ઇન્ટરેસ્ટનો વિક્રમ પણ વટાવ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટમાં સતત થઈ રહેલો વધારો ગિફ્ટ નિફ્ટીમાં વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસને તથા વ્યાપક સહભાગિતાને દર્શાવે છે. 3 જુલાઈ, 2023ના રોજ ગિફ્ટ નિફ્ટીના ફુલ-સ્કેલ ઓપરેશનની શરૂઆત થઈ ત્યારથી NSE IX પર ટ્રેડિંગ ટર્નઓવર મોટાપાયે વધી રહ્યું છે. સંપૂર્ણ કક્ષાની કામગીરીના પહેલા દિવસથી ગિફ્ટ નિફ્ટીએ 27 મે, 2024 સુધીમાં 749.89 અબજ યુએસ ડોલરના કુલ ક્યુમ્યુલેટિવ ટર્નઓવર સાથે 18.14 મિલિયનથી વધુના કોન્ટ્રાક્ટ્સનું કુલ ક્યુમ્યુલેટિવ વોલ્યુમ નોંધાવ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)