અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ શુક્રવારે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર વચ્ચે સેન્સેક્સ 221 પોઇન્ટ ઘટી 66009 પોઇન્ટ અને નિફ્ટી 68 પોઇન્ટ ઘટી 19674 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ટેકનિકલી જોઇએ તો શુક્રવારે પણ નિફ્ટીએ ગેપડાઉન શરૂઆત કરવા સાથે 19844 પોઇન્ટની નીચી સપાટી નોંધાવી હતી. સતત ત્રીજા દિવસે પણ લોઅર લો કેન્ડલની રચના કરી છે. સાથે સાથે સતત 3 દિવસ ઘટાડાની ચાલ નોંધાવી છે. નિફ્ટી માટેના નેક્સ્ટ ટાર્ગેટ હવે ટેકનિકલી 19450- 19300 પોઇન્ટ જણાય છે તેવું સ્ટોક્સબોક્સનો એનાલિસિસ રિપોર્ટ જણાવે છે. ઉપરમાં 20000 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છે. બેન્ક નિફ્ટીએ તેના મહત્વના ઇએમએ 50 આસપાસ બંધ આપ્યું ચે. 44500 મહત્વની સપોર્ટ અને 45200 રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખવાની પણ સલાહ મળી રહી છે.