પેનિક સેલિંગ: કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો થતાં સેન્સેક્સ, નિફ્ટી 1% થી વધુ ક્રેશ
નવી દિલ્હી, 23 જુલાઇઃ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ પર કેપિટલ ગેઈન્સ ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં વધારો કર્યા ના સમાચારના પગલે સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધુ ગગડ્યા હતા. સેન્સેક્સ નિફ્ટીની પાછળ મોટાભાગના સેક્ટોરલ્સ પણ ફ્લેટમાંથી મંદી તરફ કન્વર્ટ થયા હતા. જોકે, પાછળથી માર્કેટમાં રિકવરી આવતાં સેન્સેક્સ બપોરે એક વાગ્યાના સુમારે 500+ પોઇન્ટના ઘટાડા સાથે 80000ની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 150+ પોઇન્ટના ઘટાડા સાથે 24350+ પોઇન્ટની સપાટી ઉપર જળવાઇ રહ્યો હતો. એક તબક્કે BSE મિડકેપ અને BSE સ્મોલકેપ સૂચકાંકો એક ટકા સુધી લપસવા સાથે, વ્યાપક બજારો પણ અસ્તવ્યસ્ત હતા. લગભગ 873 શેર વધ્યા, 2,482 શેર ઘટ્યા અને 75 શેર યથાવત રહ્યા હતા.
અમુક નાણાકીય અસ્કયામતો પર શોર્ટટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 15 ટકાથી વધારીને 20 ટકા કર્યા છે, જ્યારે તમામ નાણાકીય તેમજ બિન-નાણાકીય અસ્કયામતો પર લોંગટર્મ કેપિટલ ગેઇનટેક્સ અગાઉના 10 ટકાથી 12.5 ટકાના દરે ટેક્સ દરે રહેશે. વધુમાં, શેરના બાયબેકમાંથી આવક પણ પ્રાપ્તકર્તાના હાથે કર લાદવામાં આવી હતી અને F&O પર STT દર 0.01 ટકાથી વધારીને 0.02 ટકા કરવામાં આવ્યો હતો. તેની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર નેગેટિવ ઇફેક્ટ રહી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)