મુંબઈ, 29 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે સાંજે 5-45 વાગ્યે રૂ.51,656.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,043.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39612.04 કરોડનો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.1.74 કરોડનાં કામકાજ

 કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,426ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,535 અને નીચામાં રૂ.68,365 ના મથાળે અથડાઈ, રૂ.282 વધી રૂ.68,468ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.106 વધી રૂ.56,120 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.91 વધી રૂ.6,811ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.265 વધી રૂ.68,438ના સ્તરે પહોંચ્યો હતો.

નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલા

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.81,711ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.82,314 અને નીચામાં રૂ.81,681 ના મથાળે અથડાઈ, રૂ.660 વધી રૂ.82,031 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.627 વધી રૂ.82,109 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.608 વધી રૂ.82,089 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જુલાઈ વાયદો રૂ.791.30ના ભાવે ખૂલી, રૂ.8.20 ઘટી રૂ.780.40 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.65 ઘટી રૂ.208.70 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.195ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.253ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.1.10 ઘટી રૂ.209.75 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.187.45 જસત-મિની જુલાઈ વાયદો રૂ.1.85 ઘટી રૂ.256.85 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલનો વાયદો રૂ.26 નરમ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,479ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,519 અને નીચામાં રૂ.6,421 ના મથાળે અથડાઈ, રૂ.26 ઘટી રૂ.6,452 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.25 ઘટી રૂ.6,454 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.176ના ભાવે ખૂલી, રૂ.0.90 ઘટી રૂ.172.80 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 0.9 ઘટી 173.2 બોલાઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.12,043 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 39,612 કરોડનું ટર્નઓવર

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.70 ઘટી રૂ.940 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6,350.92 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,105.07 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.397.70 કરોડનાં 13,437 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.979.37 કરોડનાં 62,318 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.114.67 કરોડનાં 1,849 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.44.59 કરોડનાં 755 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.880.93 કરોડનાં 4,440 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.197.38 કરોડનાં 3,081 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂ.7.34 કરોડનાં 211 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)