Jio Platforms IPO: રૂ. 3.73 લાખ કરોડની માંગ; સબસ્ક્રિપ્શન 5.5 ગણાથી વધુ
ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 245 (22 ટકા) આસપાસ હોવાનું સવારે બિનસત્તાવાર સૂત્રોના હવાલાથી મળ્યું જાણવા
અમદાવાદ, 23 ઓક્ટોબરઃ Jio Platforms Ltdના રૂ. 30,200 કરોડના IPO માટે કુલ રૂ. 3.73 લાખ કરોડની માંગ નોંધાઈ છે. આ આંકડામાં એન્કર રોકાણકારો તરફથી મળેલો પ્રતિસાદ અને જાહેર ભરણાના બીજા દિવસ સુધી મળેલી બિડ્સનો સમાવેશ થાય છે.
Jio Platformsએ 212 એન્કર રોકાણકારોને તેમની પ્રાઇસ બેન્ડની અપર બેન્ડ પર રૂ. 8,109.85 કરોડના શેર ફાળવ્યા છે. સંસ્થાકીય રોકાણકારો તરફથી રૂ. 2.5 લાખ કરોડની માંગ આવી હતી, જે એન્કર બુકમાં ઉપલબ્ધ શેર કરતાં 30 ગણાથી પણ વધુ હતી.
જાહેર ભરણાના બીજા દિવસે, 22 ઓક્ટોબરે, રોકાણકારોએ ઓફર કરાયેલા શેર કરતાં 5.5 ગણાથી વધુ શેર માટે બોલી લગાવી છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ, રૂ. 15,000 કરોડથી વધુ ભંડોળ એકત્ર કરનારા ભારતીય IPO પૈકી આ સૌથી વધુ મૂલ્યની માંગ છે.
QIBs માટે અનામત રાખવામાં આવેલા હિસ્સામાં 13.29 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે; જેમાં ઓફર કરાયેલા 4.9 કરોડ શેર સામે 65.14 કરોડ શેર માટે બોલીઓ આવી છે.
NIIs તરફથી પણ માંગ મજબૂત રહી છે અને તેમનો હિસ્સો 5.97 ગણો સબસ્ક્રાઇબ થયો છે. રિટેલ સેગમેન્ટમાં 1.54 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે, જેમાં આ શ્રેણી માટે અનામત 8.5 કરોડ શેર સામે 13.09 કરોડ શેર માટે બોલીઓ આવી છે. કર્મચારીઓ અને શેરધારકો માટે અનામત રાખવામાં આવેલા હિસ્સામાં અનુક્રમે 2.1 ગણું અને 4.04 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. Jio IPO માટે સબસ્ક્રિપ્શનનો આજે છેલ્લે દિવસ રહેશે અને 28 ઓક્ટોબરે શેર લિસ્ટ થવાની અપેક્ષા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
