BSEએ ડ્રાયફ્રુટ્સના વાયદા સોદા માટે Ticker લોન્ચ કર્યું
મુંબઇઃ BSEએ વિશ્વનું એકમાત્ર આલ્મન્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ પ્લેટફોર્મ જૂન, 2020માં શરૂ કર્યુ હતું. એક્સચેન્જ પ્લેટફોર્મ પર બે વર્ષથી સફળ ટ્રેડિંગ જોવા મળ્યુ છે. બદામ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં 2.40 લાખ કિગ્રાની ફિઝિકલ ડિલિવરી પણ થઈ છે. અત્યારસુધી કુલ રૂ. 1865.9 કરોડનો 52162 ટન બદામનો વેપાર થઈ ચૂક્યો છે.
ફિઝિકલ માર્કેટમાં વાજબી ભાવો માટે માહિતી મળશે.
BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટિલે આ અંગે જણાવ્યુ હતુ કે, એપીએમસી માર્કેટમાં Tickerના લોન્ચિંગથી ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ જાણવા મદદ મળશે. કોમોડિટી માર્કેટમાં માહિતીની તીવ્રતા સતત વધી રહી હોવાથી Tickerની મદદથી લાઈવ ભાવો મળતાં વેપારીઓ ફિઝિકલ માર્કેટમાં ટ્રાન્જેક્શન સરળતાથી કરી શકશે.
ડ્રાયફ્રુટ્સના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ અંગે જાગૃત્તિ વધશે
BSE ticker શરૂ કરવાની પહેલ આવકાર્ય છે. જે લોકોમાં ડ્રાયફ્રુટ્સના વાયદા બજાર અંગે જાગૃત્તિ લાવશે. તેમજ આલ્મન્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગનું પ્રમાણ વધારશે. – સમીર ભાનુશાલી, એમડી, આશાપુરા એગ્રોકોમ
હેજિંગની મદદથી નુકસાન સરભર કરી શકાશે
એગ્રો કોમોડિટી અને માર્કેટથી વિપરિત અમારી ખરીદી અને ઈન્વેન્ટરીને હેજ કરવાની અમારી ક્ષમતામાં વધારો થશે. BSE દ્વારા એલમન્ડ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની રજૂઆત આ સેગમેન્ટમાં સૌથી મોટી કોમોડિટીને આવરી લેતા એક સંગઠિત હેજિંગ પ્લેટફોર્મ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ફ્યુચર કોન્ટ્રાક્ટના ભાવોની મદદથી યોગ્ય કિંમતનું આંકલન કરી શકાશે – ડીપી ઝાવર, સીઈઓ, Proventus Agro Pvt. Ltd
બદામ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વિશે જાણવા જેવાં મહત્વના મુદ્દા
– વિશ્વનું એકમાત્ર બદામ ફ્યુચર કોન્ટ્રાક્ટ પ્લેટફોર્મ ભારતમાં
– 2018માં ગુવાર ગમ, ગુવાર સીડ્સ અને હળદર સહિત એગ્રી કોમોડિટીના ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ શરૂ થયાં
– ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ મારફત 2.40 લાખ કિગ્રા બદામની ફિઝિકલ ડિલિવરી થઈ
1865.9 કરોડના વોલ્યૂમ બદામ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં
આલ્મન્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ પ્લેટફોર્મ પર બે વર્ષથી ટ્રેડિંગ થઇ રહ્યું છે. 1 ઓક્ટોબર, 2018માં BSEએ ગોલ્ડ, સિલ્વર, કોપર, ઓમાન ક્રૂડ ઓઈલ, ગુવાર ગમ, ગુવાર સીડ્સ, અને હળદરમાં કોમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ શરૂ કર્યા હતાં.