MARKET LENS: નિફ્ટીએ 22372નું સપોર્ટ લેવલ જાળવવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી સાધારણ પોઝિટિવ

Niftyએ 22,372ના સપોર્ટ લેવલને જાળવી રાખવું જરૂરી છે. જો આ લેવલ તૂટે છે, તો નિફ્ટીમાં વધુ ઘટાડો થઈ શકે છે અને તે તાજેતરના સ્વિંગ લો એટલે કે 22,180 ના લેવલ સુધી પહોંચી શકે છે. જોકે, જો નિફ્ટી આ સપોર્ટને ટકાવી રાખવામાં સફળ રહે છે, તો તેમાં ફરી સુધારો જોવા મળી શકે છે અને તે 22,800-23,000 ના લેવલ તરફ આગળ વધી શકે તેવી શક્યતા હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે.
| STOCKS TO WATCH TODAY: | Infosys, Kotak Mahindra Bank, Dr Reddys Labs, IndusInd Bank, SBI Funds Management, Bank of India, Torrent Pharma, Coforge, Tata Motors, Bharat Coking Coal, and Netweb, Bharti Airtel, ONGC, Anand Rathi Wealth, JSW Cement, Firstsource Solutions |
અમદાવાદ, 26 ઓક્ટોબરઃ ભારે વેચવાલીના દબાણ અને બજારમાં વ્યાપક નબળાઈ બાદ, આગામી સત્રોમાં બજારમાં કોન્સોલિડેશન જોવા મળે તેવી શક્યતા હોવાનો આશાવાદ બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ બજારના સેન્ટિમેન્ટને સાવચેતીભર્યું રાખી શકે છે. ટેકનિકલ દૃષ્ટિએ, Niftyએ 22,372ના સપોર્ટ લેવલને જાળવી રાખવું જરૂરી છે. જો આ લેવલ તૂટે છે, તો નિફ્ટીમાં વધુ ઘટાડો થઈ શકે છે અને તે તાજેતરના સ્વિંગ લો એટલે કે 22,180 ના લેવલ સુધી પહોંચી શકે છે. જોકે, જો નિફ્ટી આ સપોર્ટને ટકાવી રાખવામાં સફળ રહે છે, તો તેમાં ફરી સુધારો જોવા મળી શકે છે અને તે 22,800-23,000 ના લેવલ તરફ આગળ વધી શકે તેવી શક્યતા હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે.
દરમિયાન, Bank Niftyમાં વધુ ઘટાડો થવાથી 53,800-53,700 નો સપોર્ટ ઝોન જોખમમાં મુકાઈ શકે છે. જો આ ઝોન તૂટે છે, તો વેચવાલીનું દબાણ વધુ તીવ્ર બની શકે છે. નિષ્ણાતોના મતે, ઉપરની તરફ, rebound દરમિયાન 54,500-55,000 ની રેન્જમાં રેઝિસ્ટન્સ જોવા મળી શકે તેવી શક્યતા છે. અને ત્યારબાદ 55,300ના લેવલે પણ રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે.
| Results Today | Tata Consumer Products, ITC Hotels, One 97 Communications Paytm, AAVAS Financiers, Aditya Birla Real Estate, Acevector, Aegis Logistics, Aequs, Astec Lifesciences, Ather Energy, Eris Lifesciences, Indian Overseas Bank, LEAP India, Bank of Maharashtra, Mankind Pharma, Nazara Technologies, REC, Sona BLW Precision Forgings, Sunteck Realty, Tamilnad Mercantile Bank, and WeWork India Management |
| Stock Trades Ex-Dividend | Hexaware Technologies |
| Stocks Trade Ex-Date for Resolution Plan -Suspension | Ashapura Intimates Fashion, Talwalkars Better Value Fitness |
| Stock Trades Ex-Date for Split | Midaas Fashions |
| Stocks in F&O Ban | Ambuja Cements, Kaynes Technology India, SAIL |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
