અદાણી પાવરના Q2 પરિણામ: વિક્રમી આવક અને નફો

અમદાવાદ, 26 ઓક્ટોબર: થર્મલ પાવર ઉત્પાદક અદાણી સમૂહની અદાણી પાવર લિ. (APL) એ ​​નાણા વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે કર બાદના નફો  ૧૪૨% વધી તે રુ.૭,૦૧૯ કરોડ થયો છે. અહેવાલના ગાળામાં એબિડટા વાર્ષિક ધોરણે ૪૬% વધી રુ.૮,૭૪૩ કરોડ અને ચાલુ કામકાજમાંથી રુ.૬,૩૨૧ કરોડ પ્રાપ્ત થયો છે. આ સમય ગાળામાં વાર્ષિક ધોરણે આવક ૩૯% વધીને ર.૧૯,૯૫૧ કરોડ અને ચાલુ કામગીરીમાંથી આવક રુ. ૧૭,૫૨૮ કરોડ થઇ છે.

નાણા વર્ષ ૨૭ના બીજા ત્રિમાસિકમાં એકીકૃત સતત કુલ આવકમાં ૨૮.૫% ની મજબૂત વૃદ્ધિ થઇ છે., જે  ગત નાણા વર્ષના સરખા સમયમાં રૂ. ૧૩,૬૩૯ કરોડ હતી. સમીક્ષાના સમયમાં એકીકૃત સતત એબિડટામાં ૧૮.૫% ની મજબૂત વૃદ્ધિ થઇ છે. ગત નાણા વર્ષના સમાન ગાળામાં રૂ. ૫,૩૩૩ કરોડ હતી; જે ઊંચા ઇંધણ ખર્ચ છતાં મુખ્ય નફાકારકતાની મજબૂતી પર ભાર મૂકે છે.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં એકીકૃત નફો ૧૪૧.૫% વધીને રૂ.૭,૦૧૯ કરોડ થયો હતો,  જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ.૨,૯૦૬ કરોડ હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)